________________
તપશ્ચર્યા
तपो दुःकर्मनाशाय
ભાવાર્થ
જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ તેમજ દાન-શીયલ-તપ અને ભાવ આ નિશ્ચય તથા વ્યવહારથી ધર્મની વ્યાખ્યા બતાવીને આત્માના પ્રગતિના-વિકાસના દરવાજા ખોલી નાંખ્યા છે. આજ ધર્મને અપનાવીને અનંત આત્માઓ મોક્ષે ગયા છે, જવાના છે અને જશે.
-
પ્રકરણ
કર્મ ખપાવવા માટે તપ ઉપર ભાર આપવામાં આવ્યો છે. તપ એક અમોઘ જડીબુટ્ટી છે ગમે તેવા રોગને મટાડી દે છે. શસ્ત્ર ગમે તેવો હોય તો એના માટે મોત સમાન બની જાય છે. તેમ તપમાં પણ એવી શક્તિ છે. આત્માએ બાંધેલા કર્મોની નિર્જરા કરાવી દે છે. જૈનદર્શનમાં તપ ઉપર વિશેષ ભાર આપવામાં આવેલ છે. તપ માટે અનેક પ્રકારની વાતો બતાવવામાં આવેલ છે. તપ માટે અનેક પ્રકારની વાતો બતાવવામાં આવી છે. તપના અનેક પ્રકારો પણ બતાવવામાં આવ્યા છે.
તપ દુષ્ટ કર્મનો નાશ કરે છે.
-
૨
૧. બારમાસ સુધી પ્રબળ તપ વડે પ્રચંડ પાપકર્મો બાળ્યા તે આદિનાથ પ્રભુ ભક્તજનોનું કલ્યાણ કરો. ૨. બારમાસ સુધી બાહુબળીજીએ, આહારપાણી ત્યાગ કરી, કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું તેનાથી બીજું કૌતુક કર્યુ ?
૩. યાવજ્જીવ, છઠ્ઠને પારણે છઠ્ઠ કરી, ગૌતમસ્વામી મહારાજ અક્ષીણ મહાનસી મહાલબ્ધિવાળા થયા તે કોના જાણવામાં નથી ?
૪. સાતસો વર્ષ સુધી મહાન્ તપસ્યા કરી જેણે ખેલાદિક લબ્ધિયો ઉપાર્જન કરી છે તેવા સનતકુમાર ચક્રી રાજર્ષિયે, પોતાના મુખની થૂંકની આંગળીથી પોતાની કાયા સુવર્ણ સમાન કરી તેના સમાન બીજી શક્તિ કોની હતી ?
૫. બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા તથા બ્રહ્મહત્યાના કરનારા દ્રઢપ્રહારી મહાત્મા, છમાસે કેવળી થયા તે તપનો જ પ્રભાવ છે.
૯૯
૬. નિરંતર છ પુરુષ અને એક સ્ત્રીનો વધ કરનાર, ઘોર પાપી એવા અર્જુનમાળીએ મહાવીર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી, છઠને પારણે છઠ ક૨વાનો જાવજીવનો નિયમ ધારણ કરી, ઘોર ઉપસર્ગ સહન કરી, છ માસે કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું.
૭. નંદીષેણ મુનિના ભવમાં મહાતપ કરવાથી, તેઓ ૭૨ હજાર સ્ત્રીના સ્વામી વાસુદેવ થયા, તે આશ્ચર્ય તપનું જાણવું.