________________
તપશ્ચર્યા
પ્રકરણ ર
-
અહિંસા – કોઈપણ જીવની હિંસા ન કરવી તે અહિંસા છે. અહિંસા એટલે સર્વ જીવોને અભયદાન આપો. અહિંસા દ્વારા પ્રેમ, કરુણાને શાંતિને પ્રાપ્ત કરી શકાય છે. અહિંસાથી નૈતિક હિંમત પ્રાપ્ત થાય છે. અહિંસા દ્વારા અનેક સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે અને દુર્ગુણોનું વિસર્જન થાય છે. અહિંસા એ માનવ સમાજનો પ્રાણ છે. આ અહિંસા જીવનમાં દરેક રીતે ઉપયોગી બને છે.
અપરિગ્રહ – પરિગ્રહ એ પાપનું મૂળ છે. જ્યારે અપરિગ્રહ એ આત્માનું મૂળ છે. પરિગ્રહનો ત્યાગ કરવો કે પરિગ્રહથી મુક્ત થવું. જડ પુદ્ગલોને પદાર્થોને, મમત્વભાવ કે આસક્તિ દ્વારા વધારતા જવું. પોતાની જરૂરીયાત ન હોય તો પણ સંગ્રહ કરવો મારાપણાનો ભાવ વધારવો તે પરિગ્રહ છે. પરિગ્રહના કારણે જ અશાન્તિ, કલેશ, કંકાશ રહેલા છે. પરિગ્રહ છે ત્યાં દુઃખ છે એ માટે અપરિગ્રહી બનવાની વાત બતાવી છે. આજનું આ વિશ્વ જો આ અપરિગ્રહતાને સ્વીકારી લે તો વિશ્વમાં શાંતિ થઈ જાય. યુદ્ધ, સંઘર્ષ જેવા શબ્દો ડીક્ષનેરીમાંથી પણ નીકળી જાય. માટે અપરિગ્રહને અપનાવવાની જરૂર છે.
અનેકાન્તવાદ
એકાન્તવાદ નહિ... કોઈપણ વસ્તુને એક તરફી ન જૂઓ અનેકાતન્વાદથી જોશો સમાધાન થઈ જશે. નાના-મોટાનો ભેદ નહીં રહે. ઘરમાં, દેશમાં, રાષ્ટ્રમાં, વિશ્વમાં સ્વર્ગ રચાઈ જશે.
આવા ત્રણ મહત્ત્વના સિદ્ધાન્તો ભગવાન મહાવીરે આપ્યા છે. જેનો વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર કર્યો છે. આઇન્સ્ટાઈને પણ અનેકાન્તવાદ-સાપેક્ષવાદનો સ્વીકાર કર્યો જ છે. આ સિવાય પણ જીવો અને જીવવા દો પરસ્પર ગ્રહો જીવાનામ્, અહિંસા પરમો ધર્મ અને તને સુખ આપશો તો તમને સુખ મળશે. ચોથો આરો દષમસુષમ બતાવ્યો છે. એટલે કે દુઃખ વધારેને સુખ થોડું પાંચમો આરો દુષમ-એટલે દુઃખ, છઠ્ઠો આરો દુષમ-દુષમમાં દુઃખમાં દુઃખ છે જ્યારે ઉત્સર્પિણીકાળમાં નીચેથી ઉપર જવાનું છે.
જૈનધર્મ એ આસ્તિક ધર્મ છે. પૂનર્જન્મને માને છે. સ્વર્ગ નરક મોક્ષ, પુણ્ય-પાપ કર્મ વિગેરેને માને છે.
શરીર અને આત્મા બન્ને ભિન્ન છે. શરીર જડ છે અને આત્મા ચેતન છે. આત્મા જ કર્મનો કર્તા છે અને આત્મા જ કર્મનો ભોક્તા છે.
ઇશ્વર કતૃત્વને જૈનધર્મ સ્વીકારતો નથી. આ સંસાર અનાદિકાળનો છે અને અનાદિકાળ સુધી રહેવાનો છે. કર્મના સિદ્ધાન્તને માને છે. જેવા કર્મ હશે એવી રચના થશે.
જૈનધર્મ ઉતારવાદને માને છે. જેના કર્મ ખપી ગયા જે ભગવાન બની ગયા એને ફરી જન્મ લેવાની જરૂર નથી. જ્યારે કેટલાક દર્શનો અવતારવાદને માને છે.
કર્મ આઠ બતાવ્યા છે. જેનો ક્ષય કરવા માટે દેવ ગુરુ-ધર્મ, નવતત્વ આદિ પર શ્રદ્ધા રાખવાની વાત બતાવી છે.
૯૮