________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
સમ્યગ્દર્શન – દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપની પ્રતીતિ. સમ્યક તપ – ઇચ્છાઓનો જય કરવો. વિષય, કષયાદિ દોષોના ત્યાગપૂર્વક આહારનો ત્યાગ કરવો તેને જ ઉપવાસ કહે છે. જૈન સાધનામાં તપનું પ્રયોજન
તપ જો નૈતિક જીવનની એક અનિવાર્ય પ્રક્રિયા છે તો એનું લક્ષ્ય કોઈ નિમિત્ત હોવું જોઈએ.
જૈન સાધનાનું લક્ષ શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ છે. આત્માનું શુદ્ધિકરણ છે પરંતુ શુદ્ધિકરણ શું છે? જૈનોનું માનવું છે કે મન-વચન-કાયાના માધ્યમથી કર્મ વર્ગણાઓના પુદ્ગલ (Karmic-Matter)ને પોતાની તરફ આકર્ષિત કરે છે અને આ આકર્ષિત કર્મવર્ગણાના પુદ્ગલ રાગ, દ્વેષ અથવા કષાયવૃત્તિના કારણે આત્મતત્વથી એકાકાર થઈ જાય છે. એની શુદ્ધ સત્તા, શક્તિ તથા જ્ઞાન જયોતિને આવરી લે છે. આ જ જડતત્ત્વ તથા ચેતનતત્ત્વનો સંયોગ જ વિકૃતિ છે.
તપનું પ્રયોજન એ છે કે પ્રયત્નપૂર્વક કર્મ પુદ્ગલોને આત્માથી અલગ અલગ કરી તેની સ્વશક્તિને પ્રગટ કરવી આજ શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ છે. આ જ આત્માનું વિશુદ્ધિકરણ છે. આ જ તપ સાધનાનું લક્ષ્ય છે. ભગવાન મહાવીર તપના સંબંધમાં કહે છે કે પરિસુન્સ . (ઉત્તરાધ્યયનસૂત્ર - ૨૮-૩૫).
તપ આત્માના પરિશોધનની પ્રક્રિયા છે. બંધાયેલા કર્મોનો ક્ષય કરવાની આ પદ્ધતિ છે. તપનો માર્ગ રાગ, દ્વેષજન્ય પાપકર્મોના બંધનને ક્ષય કરવાનો માર્ગ છે.
ઉપર બતાવેલા તથ્યોના આધારે જૈન સાધનામાં તપનો ઉદ્દેશ તથા પ્રયોજન આત્મ પરિશોધન, પૂર્વ કર્મ પુદગલોને આત્મતત્વથી પૃથક કરવું અને શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ કરવી એ જ સિદ્ધ થાય છે. હિન્દુ સાધનામાં તપનું પ્રયોજન -
હિન્દુ સાધનામાં મુખ્યતઃ ઔપનિષદિક સાધનાનો લક્ષ્ય આત્મનુ અથવા બ્રાહ્મણોને ઉપલબ્ધ રહ્યો છે. ઔપનિષદિક વિચારણા સ્પષ્ટ રૂપથી ઉદ્દઘોષણા કરે છે કે – તપથી બ્રહ્મ શોધવામાં આવે છે.
તપસ્યાથી બ્રહ્મને જાણો. તપૂર્ણ બ્રહ્મ વિનિસાસ્વ . (તૈત્તિરીયોપનિષદ- ૩/૨/૩/૪) ઔપનિષદ વિચારણામાં પણ જૈન વિચારણા સમાન તપને શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિનું સાધન માનવામાં આવ્યું છે. મુણ્ડકોપનિષદમાં કહ્યું છે કે “આ આત્માને (જ્યોતિર્મય અને શુદ્ધ છે) તપસ્યા અને સત્ય દ્વારા જ જાણી શકાય છે.