________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
કરી શકાય છે અને અંતમાં જ્યારે જ્યારે કલેશ, કંકાશ અથવા બીજા ગંદા તત્ત્વની સંભાવના લાગે ત્યારે તેટલા સમય સુધી મૌનમાં રહેવામાં આવે તો સર્વશ્રેષ્ઠ અને ઉપાદેય તત્ત્વની પ્રાપ્તિ થાય. ઘણાં બધાં કર્મકલેશોથી મુક્ત બની જવાશે. અંતઃકરણને શુદ્ધ કરવા માટે સ્વદોષ દર્શન કરવું જરૂરી છે.
જેઓ ધર્મ કરે છે એમને જ્યારે ધર્મનું અજીર્ણ પેદા થાય છે ત્યારે તેઓ આ પાયાની ઈંટ સ્વદોષદર્શન ગુમાવી બેસે છે અને પરદોષ દર્શન કરીને પોતાનો સઘળોય ધર્મ ધોઈને સાફ કરી નાખે છે.
બીજાઓને દારૂ આદિના નશા છોડાવી શકનારા, જાતે પણ કેરી આદિનો રસ ત્યાગી શકનાર પરદોષ દર્શનનો રસ જ્યારે ન ત્યાગી શકતા હોય ત્યારે જ પરદોષ દર્શનની રસની તીવ્રતા કે માદકતાની આપણે કલ્પના કરી શકીશું.
ખરેખર તો આપણી જાત જ એટલા બધા અગણિત દોષોથી ઉભરાઈ, ગંધાઈ ઊઠી છે કે જો તે જોઈએ તો બીજાના દોષોને જોવા માટે આખી જિંદગીમાં ક્યારેય એકપણ ન મળે.
સ્વદોષદર્શન કરવાથી બે લાભ થાય છે. એથી સ્વગુણદર્શન અને પરદોષદર્શન બેય બહુ ખરાબ અવગુણોનો નાશ થાય છે.
પરદોષદર્શનથી બેવડું નુકશાન થાય છે. એનાથી પરગુણદર્શન અને સ્વદોષદર્શન બેય લાભ ખતમ થઈ જાય છે.
મહોપાધ્યાયજીએ સાચા સંસારત્યાગીનાં જે લક્ષણો અધ્યાત્મસાર ગ્રંથમાં બતાવ્યા છે તેમાં કહ્યું છે કે, સાચો ત્યાગી, વિરાગી આત્મા પારકાના દોષની બાબતમાં મૂંગો, બહેરો અને આંધળો હોય એવો એ બનીને જ પોતાની અંદર પલાઠી મારીને નિરાંતે બેસી શકે અને આત્માના અનંત દોષશબ્દોનું સૂક્ષ્મતાથી અને પૂરી શાન્તિથી દર્શન કરીને તેનું ઉમૂલન કરી શકે.
સ્વદોષદર્શન કરે છે તે ગીતાર્થ ગુરુ પાસે એનું આત્મનિવેદન (આલોચના-ભવાલોચના) કર્યા વિના રહી શકતો નથી એનું જે તપ વગેરે સ્વરૂપ પ્રાયશ્ચિત મેળવે છે. તેને જલ્દીથી વહન કર્યા વિના ટકી શકતો પણ નથી. એવા પ્રાયશ્ચિતની પ્રત્યેક પળે એની આંખો ચોધાર આંસુએ રડતી રહે છે. જીવને કેવી રીતે પાયમાલ કરી નાખ્યું ? તેના સંવેદનોથી હરેક પળે કંપી ઊઠે છે ! ધન્ય છે આવા સ્વદોષને જ જોનારા અને પરદોષ પ્રતિ મૂક, અલ્પ અને બહેરા બની ગયેલા આત્માને કોટી કોટી
વંદન...
મહાનિશિથાદિ આગમ ગ્રંથોમાં પાપોના શલ્યનો ઉદ્ધાર વહેલામાં વહેલી તકે કરવાની જોરદાર પ્રેરણા કરવામાં આવી છે. એવો શલ્યોદ્ધાર કરતાં કે તેમ કરવાની વિચારણા જ કરતાં કે તેમ કરવા માટે ગુરુ પાસે જવા માટે પગ ઉપાડતાં અનેકાનેક આત્માઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનું જણાવવામાં આવ્યું છે.