________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
(૪) સંસારમાં શાકભાજી કે ફળોની કોઈ જ કમી નથી, પરંતુ તમે આજ માટે જ બધી વસ્તુઓ
ખરીદવાવાળા નથી તેવી જ રીતે ખાવાવાળા પણ નથી. આ કારણે નિયમ રાખવો કે હું આસપાસની
શાકભાજી માર્કેટ સિવાય બીજી એકપણ માર્કેટમાં જઈશ નહિ અને ખરીદી પણ કરીશ નહિ. (૫) જે જે કારણોથી તમારું મન બગડે, ઇન્દ્રિયો બગડે તે તે કારણો, વિવિધ સ્થાનો, વાર્તાઓ,
પુસ્તકો અથવા નાટક-સિનેમાને તમે પોતાના ભલા માટે તથા તમારા સંતાનોને સદાચારી બનાવવા
માટે પણ છોડી દેવું જરૂર છે. (૬) ઘરના પ્રત્યેક સભ્યો સમય પૂરો થતા જ જેવી રીતે આવ્યા હતા તેવી જ રીતે એક દિવસ
તમને છોડીને ચાલ્યા જવાવાળા છે. એટલા માટે કોઈની સાથે પણ વૈર-વિરોધ કર્યા વગર સ્વયમે જ ખાન-પાન અથવા ઉઠવા-બેસવામાં સંયમિત બનીશું. તો તમે કોઈની સાથે પણ થવાવાળી
તકરારથી બચી શકશો. આનાથી સારો બીજો સદાચારનો માર્ગ નથી. (૭) સદાચાર, ખાનદાન અને લખવું, વાંચવું બગડે એવી આદતોને ધીરે ધીરે છોડવાનો પ્રયત્ન કરવો
અને જેને છોડી દીધા હોય એનો ફરીથી સ્વીકાર ન કરવો. (૮) ધર્મની ચર્ચામાં અથવા વાદ-વિવાદમાં ઉતરવાથી તમને કોઈપણ લાભ નહિ થાય એવું સમજીને
તમે પોતે જ એ ધાર્મિક મર્યાદાને જીવનના અણુ અણુમાં ઉતારી લેવી જેનાથી તમારું જીવન
અમૃતમય બનશે. (૯) સંસાર ક્યારે પણ કોઈપણ સમયે અસાર ન હતો અને પહેલા પણ નથી અને પછી પણ નથી,
પરંતુ બગડ્યું હોય કે બગડેલું હોય તો તે છે આપણું મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ જ અસાર છે. એટલા માટે આ બધાને બદલવાનું શિક્ષણ લેવામાં આવે તો સંસાર તમારા માટે અમૃતકુંડ બની
જશે. સુખી થવાનો આના જેવો બીજો કોઈ માર્ગ નથી. (૧૦) વૈર-વિરોધથી બચવા માટે તમે સ્વયમ જ મૌન રહો તમારી ઇન્દ્રિયો તથા મનને પણ મૌનમાં
રાખશો. આવી વાતો દ્વારા આપણે કહી શકીએ કે કોઈપણ રીતે આપણા આત્મામાં સુધારો થાય એ જ સદાચાર છે.
ઉપરોક્ત સેવાધર્મની આરાધના કરવાવાળો આત્મા કષાય અને વિષયથી મુક્ત થશે. જીવનમાં શાન્તિ અને સમાધિની પ્રાપ્તિ થશે. આંખોમાં અમૃતનું સ્થાન હશે. સાથે સાથે સહનશીલતા, સાત્વિકતા અને ભાવ દયાની પ્રાપ્તિ સરળ થતા નિર્જરાતત્ત્વની આરાધના સરળ બનશે.
સંવરધર્મનો આત્મા સાથે સીધો સંબંધ હોવાથી કોઈપણ સ્થાન અને સમયમાં એની આરાધના