________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૧
૧.૭ અંતઃકરણ સંદર્ભે
એક શિષ્ય મહિનાથી ગુરૂ પાસે વેદનો અભ્યાસ કરે છે. હવે ઘરે જવાનો દિવસ આવ્યો. ગુરુમાતા એ ભોજન પીરસ્યુ. શિષ્ય ઃ માતાજી શાકમાં મીઠું નથી ? માતાજી કહે હું રોજ જ નથી નાંખતી. શિષ્ય કહે તો આટલા દિવસ કેમ ખબર ન પડી. માતાજી કહે તને અભ્યાસમાં રસ હતો જે હવે પૂર્ણ થયો છે માટે મીઠું ઓછું છે તેની ખબર પડી.
અનાદિકાળના અનંત ભવોમાં પરિભ્રમણ કરવાવાળા જીવાત્માના એક-એક પ્રદેશમાં અનંત કર્મોની માયાના સંસ્કાર રહેવાથી જીવાત્માની વૃત્તિ અને પ્રવૃત્તિમાં પણ માયા તત્ત્વ રહેલું છે. જેના કા૨ણે કોઈ સમયે વૃત્તિ અને પ્રવૃત્તિ બંને ખરાબ હોય છે. કોઈ સમયે વૃત્તિ સારી હોય તો પ્રવૃત્તિ ખરાબ હોય છે અને કોઈ સમયે પ્રવૃત્તિ સારી અને વૃત્તિ ખરાબ હોય છે.
આપણે એટલું તો જાણી શકીએ છીએ કે ઉપરના બતાવેલા ત્રણે પ્રકારોથી આત્માનું કલ્યાણ ક્યારેય પણ થવાનું નથી. અહીં આત્મકલ્યાણનો અર્થ ભૌતિકવાદની ચરમસીમા, દેવલોકની મોહમાયા કે યૌવન અવસ્થાના સુંદર શરીરથી નહિ પરંતુ સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના દ્વારા કર્મોથી મુક્ત થવાનું છે. આધ્યાત્મિક શક્તિના પૂર્ણ વિકાસની તરફ આગળ વધવાનું છે. એટલા માટે વૃત્તિ (માનસિક વિચારણા) અને પ્રવૃત્તિ (શારીરિક ક્રિયા)માંથી રજસ્ અને તમમ્ દોષોનું નિવારણ થાય અને સાત્વિક તત્ત્વનો પ્રકાશ જ્યાં સુધી પ્રવેશ ન થાય ત્યાં સુધી કોઈપણ આત્માનું કલ્યાણ થવું અસંભવ છે.
૮૨
આત્મકલ્યાણની એવી સુંદર, સરળ અને પવિત્રતાને પ્રાપ્ત કરવા માટે વૃત્તિ-પ્રવૃત્તિ એકસરખી અને શુદ્ધ થાય એ માટે કરેલો પુરૂષાર્થ જ સારો પુરૂષાર્થ છે. જે સંવર ધર્મની આરાધના વિના શક્ય નથી. અત્યારે પણ આ સંવર ધર્મમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દસ સાધુ ધર્મ અને બાર અનિત્યાદિ ભાવનાઓનો પણ સમાવેશ થાય છે, જો કે આ આરાધના કરવામાં કોઈપણ સમર્થ થઈ શકે છે પણ જ્યારે તપોધર્મની આરાધના તો જેમના ભાગ્યમાં હોય એટલે કે અંતરાય (અડચણ ન હોય) તૂટી હોય એ જ કરી શકે છે. આ કારણે તપોધર્મ સંવર અને નિર્જરાનો મૌલિક કારણ બને છે.
કાદવમાં કમળની ઉત્પત્તિ માનવામાં આવે છે, પરંતુ તેનો એકપણ ગુણ કમળને સ્પર્શી શકતો નથી તેવી જ રીતે કમળનો એકપણ ગુણ કાદવમાં નથી આવતો. આ પ્રકારે પોતાના પૂર્વ ભવમાં કરેલા પુણ્ય અને પાપ કર્મને ભોગવવામાં સાધક જો સંવર ધર્મ પ્રત્યે રાગ રાખે અને એની ઉપાસનામાં મન લગાવે તો પુણ્ય અને પાપને બાંધે છે. ત્યારે પણ તે સાધક નવા કર્મના બંધનથી અટકે છે અને તપોધર્મ જેમ જેમ અનાસક્ત, નિર્લેપ, નિયાણ્યા વગરનું બનશે તેમ તેમ જૂના પાપ પણ ધોવાતા જશે.
દ્રવ્ય અને ભાવ સંવરની પ્રાપ્તિ વિના સકામ નિર્જરા થવી લગભગ અશક્ય છે. કારણ કે દુર્ભાવી,