________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
વધુ ખતરનાક ખેલ ખેલતો હોય, કેમ કે તે પરિણતિવાન મુનિએ ગુરુવચનથી જાણી લીધેલું હોય છે કે આજ સુધીની ભવ્રભપ્રણની પીડા મેં ભોગવી છે. તેની પાછળ મુખ્ય કારણ આ દેહનું પોષણ છે. મમતા અને આસક્તિ છે. માટે તેને તો સહુ પ્રથમ સપાટામાં લઈ સીધું કરી નાંખવું જોઈએ. બીજા ઘણા શત્રુઓ છે, પરંતુ શરીર જેવો કટ્ટર શત્રુ કોઈ નથી. નબળા શત્રુઓને બાજુએ મૂકી. આ બળવાન શત્રુ સામે આવી જવું તે યોગ્ય છે.
આવી જ દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે... વેદ તુ: મહીપni (દશવૈકાલીક સૂત્ર)
દેહને જેટલું કષ્ટ આપો તેટલું વધુ ફળ મળે. દેહને કષ્ટ આપવા માટે તપ જરૂર કરવાનો પણ દેહને ખલાસ કરી નાખવા માટે કે કચડી નાખવાનું એકાંત લક્ષ્ય ન હોવું જોઈએ. કષ્ટ આપીને શરીરને કહ્યાગરું બનાવી દેવું, પણ ખતમ જ કરી દેવાની વાત... એકાંતે બરાબર નથી જે દેહથી કર્મો બાંધ્યા છે તે જ દેહથી સાધના કરી કર્મોને તોડવાના છે. જો અકાળે દેહને ખતમ કરી નાંખીશું તો કર્મોને જ ખતમ કરી નાખવાનું એ સાધન પણ આપણા હૃદયમાંથી છીનવાઈ જશે. અકાળે દેહને ખતમ કરવાની સમાધિરૂપે પણ મૃત્યુ પામવાની શાસ્ત્રકાર પરમર્ષિઓએ મનાઈ ફરમાવી છે. વૈદક્રિયા ઉપચારના છ-છ મહિનાના ત્રણ-ત્રણ પ્રયોગો કરવાનું કહ્યું છે અને તે શરીરને પ્રયોગો કરીને સુધારી શકાય અને ગુર્વાજ્ઞા લઈ જે દોષો સેવવા પડ્યા હોય તેનું પ્રાયશ્ચિત લઈ મોક્ષમાર્ગના ઉત્તમ માર્ગે ચાલવા લાગી જવું, પણ અકાળે મરવાની વાત કરવી નહિ. એટલે શરીરને ખતમ કરી નાખવાની દૃષ્ટિથી તપ કરવાનો નથી. કહ્યું છે કે –
शरीरमाद्यं खलु धर्म साधनम् ।
શરીર ખરેખર ધર્મ કરવાનું પ્રથમ સાધન છે. ઉપદેશમાળાની દોઘટી ટીકામાં આ જ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે તપથી માત્ર શરીરને ખતમ કરી નાંખવાના વિચારો કરવા એ બરાબર નથી. તપથી વાસનાઓને ખતમ કરી નાખવાની છે, શરીરને નહીં. એ વાત ચોક્કસ છે કે તપ દ્વારા વાસનાઓને ખતમ કરી નાખવા જતા શરીર અડફેટમાં આવી જતાં ખતમ થઈ જાય અથવા નબળું પડી જાય તો તેનો વાંધો નથી. પરંતુ તપ દ્વારા મારી વાસનાઓ નાશ થઈ જાય એવું જેનું લક્ષ પણ નથી, અને માત્ર ઘોર તપ દ્વારા શરીરને જ ઓગાળીને ખતમ કરી નાખવાની પ્રવૃત્તિમાં જડતાપૂર્વક જે આત્માઓ પડ્યા હોય તેઓના વિશેષ વખાણ શાસ્ત્રકાર કરતાં
નથી.
જ્ઞાનસારમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે, “ભાઈ ! તું તપ એટલો જ કરજે