________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
બેઠેલાની શી દશા થાય? ગમે ત્યારે તેના પોતાના સ્વરૂપ ઉપર આઘાતો પહોંચવાની સ્થિતિ પેદા થાય. મિત્રના ઘરમાં રહેલો ઘણો જ સુરક્ષિત છે, પરંતુ પોતાના ઘરમાં રહેલો સંપૂર્ણ સુરક્ષિત છે. એટલું જ નહિ સ્વતંત્ર જ સ્વતંત્ર છે. ઉપવાસ સઘળી પરાધીનતાઓને ખતમ કરે છે.
દેહની અનેક હાજતો ઝાડો, પેશાબ વગેરે, દેહના અનેક દોષો વાત, પિત્ત અને કફ એ દેહની મરામતો ઊંઘવું, સ્નાન કરવું વગેરે. આ બધાયની ગુલામીમાંથી ઉપવાસ મુક્ત કરે છે અને તેથી જ તેને પોતાની માલિકીનું સ્વતંત્ર ઘર કહેવામાં આવ્યું છે.
हियाहारा मियाहारा अप्पाहारा य जे नरा ।
न ते विज्जा तिगिच्छन्ति अप्पाणं ते तिगिच्छिन्ति ॥ જે આત્માઓ પોતાના શરીરની પ્રકૃતિને જે હિતકર હોય છે તે જ વાપરે છે. તે હિતકર પણ પરિમિત જ વાપરે છે. અવસર-અવસરે જે લાંઘણ-ઉપવાસ કરે છે તે આત્માઓને વૈદ્ય શોધવાની જરૂર પણ પડતી નથી. તે આત્માઓ તો પોતાના આત્માનું શોધન સતત કરતા રહે છે. જો જીવનનું આત્મશોધન આત્માસિદ્ધિ એ પરમ કર્તવ્ય હોય તો મનુષ્ય મિતાહારી, પરિમિતાહારી અને ઉપવાસકારી બનવું જ રહ્યું.
અજૈન લોકોએ પણ બહુ નાનકડા સૂત્રની અંદર આહારશુદ્ધિનું મહત્ત્વ બતાવ્યું છે. જે લોકો આહારમાં શુદ્ધ હશે તે લોકો જ સત્વને શુદ્ધ કરી શકશે. સત્વને ફોરવી શકશે અને જે સત્વને ફોરવી શકશે તેઓ જ કૈવલ્યની પ્રાપ્તિ કરી શકશે. આ વાત તેમણે ખૂબ જ નાનકડા સૂત્રમાં કહી છે.
आहारशुद्धौ सत्व शुद्धिः । सत्वशुद्धौ धूवा स्मृतिः ॥ એ તો ચોક્કસ છે કે સંસારનું મૂળ આહારનો ઉપભોગ છે. કોઈપણ ગતિમાં જ્યારે જીવે જન્મ લીધો છે અથવા ભવિષ્યમાં લેવાનો છે ત્યારે સહુ પ્રથમ તો આહાર જ કરે છે. કદાચ એમ કહી શકાય કે તે વખતે શરીર બનાવવાની તેની કોઈ ભાવના નથી. સર્વસુખોને ભોગવવા માટે સાધન જો કોઈ હોય તો તે શરીર છે. એટલે સર્વ સુખને કામી એવા આત્માએ પહેલા શરીર બનાવવાની ઇચ્છા કરવી જોઈએ ને ? પરંતુ ના, તેણે આહારનો ભોગ કરવાની ઇચ્છા કરી છે અને આહાર કરતા એ જીવની ચોફેર શરીર બની જાય છે. કરવા ગયો તે આહાર અને વળગી પડ્યું શરીર.
ઉપાધ્યાયજી ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજીએ દ્વાત્રિશિકામાં મુનિજીવનની પરિણતિનું મીટર શું? એ સવાલનો જવાબ ખૂબ સરસ રીતે આપ્યો છે. મુનિજીવનની આંતર પરિણતિ ખીલતી જાય છે કે મૂઝતી જાય છે. તેનો નિર્ણય કરવા માટે તે મહાપુરૂષે ઓગણત્રીસમી દ્વાત્રિશિકામાં કહ્યું છે કે જે મુનિની આંતરપરિણતિ વધુ વિકસતી જતી હોય તે ઉત્તરોત્તર પોતાના શરીર સાથે વધુ ને