________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
છીએ. આ જાણ્યા પછી ઊંચા માનવભવને તપ વિનાનું રહેવું એ મહામૂર્ખતા નહિ તો બીજું શું ? તપ એટલે શું?
આયુર્વેદ શાસ્ત્ર તેના વિષયને બે ભાગમાં વહેંચી નાખ્યો છે. (૧) મળશુદ્ધિ અને (૨) આરોગ્ય પ્રાપ્તિ. આરોગ્યની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા મળશુદ્ધિ થવી જ જોઈએ. મળશુદ્ધિ થઈ જાય પછી જ સહસ્ત્રકૂટિ ભસ્મ કે સુવર્ણ વસન્ત માલતી જેવા વિશિષ્ટ કોટિનાં ઔષધો દ્વારા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ આયુર્વેદનો વિભાગ બે ભાગમાં વહેંચાયેલો છે તેમ તપ પણ બે વિભાગમાં વહેંચાયેલો છે. એક જ પ્રકારના બાહ્ય તપથી શરીરનું શોધન કરવાનું છે અને આત્યંતર તપથી આત્માનું શોધન કરવાનું છે. એટલે કે શરીર શોધક તપ અને આત્મશોધક તપ એમ બે પ્રકારનાં તપ છે.
કદાચ પ્રશ્ન થશે કે આત્માનું શોધન કરવા માટે શરીરનું શોધન શા માટે ? પણ એ વાત રહે કે પ્રાથમિક અવસ્થામાં શરીરશુદ્ધિ સાધકોને અવશ્ય રહે છે. વાત-પિત્ત અને કફના દોષ જોર મારતા હોય, વધુ પડતું ખાવાથી શરીરની નસો જડ થઈ ગઈ હોય અને વધુ પડતું ખાનારાઓનું મગજ પણ કામ કરતું ન હોય તેવા આત્માઓ આત્માનું શોધન કરનાર તપને શી રીતે કરી શકશે ? જેની નસનસમાંથી વાત-પિત્ત અને કફ કાબૂમાં આવ્યા નથી, જેનું મગજ તદ્દન શાંત અને શુદ્ધ બન્યું નથી અને જેના શરીરના સૂક્ષ્મ સ્ત્રોત અપાયાદિથી ભરાઈ ગયા છે તે આત્માઓ જ્ઞાન, સ્વાધ્યાય આદિ કોઈપણ પ્રકારનો તપ કરી શકવા શક્તિમાન બની શકતા નથી.
સરકસની અંદર સરકસમાં કામ કરનારા માણસો શરીરને સાવ વાળી દે છે. કહ્યાગરું બનાવી દે છે તેમ આત્માનું શોધન કરવા ઇચ્છતા આત્માઓએ શરીરને કહ્યાગરું બનાવી દેવું જોઈએ. મનને ઠીક પડે તો આપી શકાય અને ન ઠીક પડે તો ન આપી શકાય તેમ ઘણા દિવસો સુધી તે શરીર જરા પણ ઉફ ન કરે તેવી સ્થિતિમાં તેને મૂકી દેવું જોઈએ. દિવસો અને મહિનાઓ સુધી પાણી ન આપીએ... તો તે માંગે નહીં, ખાવા ન આપીએ તો તે માંગે નહીં, સૂવા ન દેવું હોય તો તે ફરિયાદ ન કરે તેવી સ્થિતિમાં આપણે જ્યાં સુધી શરીરને મૂકી ન શકીએ ત્યાં સુધી ગમે ત્યાં ઊંઘતા, ખાતા, પાણી પીતા એવા આપણે આત્માનું શોધન તપ તે કરી શકીએ નહીં.
પરમાત્મા મહાવીરદેવે સાડા બાર વર્ષની ઘોર સાધનામાં સાડા અગિયાર વર્ષનું જે તપ કર્યું છે તેમાં એમણે કદી પાણી પીધું નથી. સમગ્ર તપ નિર્જળો હતો. શરીરને કેવું વાળી નાંખ્યું હશે?
બીજી વાત એ છે કે ખોરાક લેવાથી, પાણી વારંવાર પીવાથી જીવનનો ઘણો સમય એ ખોરાકને પચાવવામાં, એ ખોરાકનું વિસર્જન કરવા માટેની ક્રિયામાં પસાર કરવો પડે છે. આના કારણે જીવનનો ઘણો સમય નકામો જતો હોય છે, વેડફાઈ જતો હોય છે. એટલા જ કારણે આ બધી પરિસ્થિતિમાંથી