________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
મુક્ત થવા માટે જેમ આયુર્વેદ સહુ પ્રથમ મળશુદ્ધિને અને ત્યારપછી જ આરોગ્યપ્રાપ્તિને જણાવે છે. તેમ અધ્યાત્મશાસ્ત્રો પણ પહેલાં શરીર શોધન તપ અને પછી અથવા સાથોસાથ આત્મશોધન તપ જણાવે છે.
કોઈ પ્રશ્ન કરશે કે શું આપણે આવી રીતે આહાર ત્યાગ કરી શકીએ ? દિવસમાં વારંવાર ખાવાની અને ચા આઠ-દસ કપ પીવાની જેને ટેવ પડી છે તે માણસ બિલકુલ ન ખાવું જ્યારે ખાવું ત્યારે ઓછું ખાવું અને ઓછામાં ઓછા દ્રવ્યોથી ખાવું એવી સ્થિતિને તે સિદ્ધ કરી શકે ખરો ? સવાલનો જવાબ હકારમાં છે.
શરીરની એક મોટામાં મોટી સારી વાત એ છે કે શરીરને ગમે તેવા ખોટા સંસ્કારો પાડી દેવામાં આવ્યા હોય, ચા પીવાની કે કોઈપણ વસ્તુ ખાવાની, કોઈ વ્યસનો કરવાનાં કે બીજી કોઈ ટેવ હોય, પરંતુ એ સંસ્કારોને ફેરવી નાખવા માટે માત્ર ત્રણ દિવસની જરૂર હોય છે. જેમાં માથું દુખે, પેટમાં આફરો ચઢે, ઉલટી થાય, ક્યાંય ચેન ન પડે, પરંતુ પડેલી ટેવોને માત્ર ત્રણ દિવસ સહન કરી લેવામાં આવે તો એ ટેવોને ફગાવી દેતાં એ શરીરને વાર નથી લાગતી. અભ્યાસ એ બહુ મોટી ચીજ છે. કહે છે કે અભ્યાસથી ભેંસને પણ એક જ માણસ સાત માળ સુધી લઈ જઈ શકવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.
મહત્વ :
શરીરના આ જમા પાસાનાં કારણે જ ખાવાની ટેવોવાળાએ તપના માર્ગે ચઢવું જ જોઈએ. તપના અગણિત ફાયદા નજર સામે આવશે તો તપના માર્ગે ચઢી જવામાં જરા પણ મુશ્કેલી પડશે નહિ, પડેલી કુટેવો, વ્યસનો, ખાવાના પદાર્થોની ઘેલછા, જંકફૂડ, ફાસ્ટફૂડ વગેરેના અગણિત ગેરફાયદાઓ નજરમાં લાવવામાં આવશે તો તપના માર્ગે ચઢી જતાં પળની પણ વાર લાગશે નહીં. જો શરીર ત્રણ દિવસના અભ્યાસથી, ત્રણ જ દિવસની પ્રતિક્રિયાથી નવી જ ક્ષિતિજમાં પોતાની જાતને મૂકી દેવા માટે સામર્થ્ય ધરાવી શકતું હોય તો અંધકારભર્યા ભૂતકાળની આહારની, વ્યસનોની એ ક્ષિતિજોને છોડી દેવા માટે પળભરનોય વિલંબ શા માટે ?
જૈન શાસ્ત્રકારો દૂધ, દહીં, ઘી, તેલ, મિઠાઈ, ફરસાણ એ છ પદાર્થોને વિગઈ કહે છે અને મધ, માંસ, માખણ, મદિરા એ ચાર પદાર્થોને મહાવિગઈ કહે છે. સામાન્ય રીતે એમ માની શકાય કે જૈન કુળની અંદર જન્મ લેતા પુણ્યવેતા આત્માઓને એ ચાર મહાવિગઈઓનું સેવન ન જ હોય, પરંતુ છ વિગઈઓનું સેવન પણ ન જ કરવું જોઈએ અથવા તો શક્ય તેટલું ઓછું કરવું જોઈએ. વિગઈઓ એ શત્રુનું ઘર છે, જ્યારે વિગઈઓ વિનાનું જે આયંબીલનું તપ તે મિત્રનું ઘર છે. પરંતુ ઉપવાસ.... અહો ! તેની તો શું વાત કરવી ? એ તો પોતાની માલિકીનું ઘર છે. શત્રુના ઘરમાં