________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
કે જેથી દુર્બાન ન થઈ જાય અને તારી પાંચ ઇન્દ્રિયો નબળી ન પડી જાય. જે તારા આરાધનાના યોગો શિથિલ કરી નાખે એવો તપ તો કેમ કરી શકાય? જેના દ્વારા સવાર-સાંજના પ્રતિક્રમણ બરાબર ન થાય, ઉપયોગ ન રહે, ના એવો તપ તો કેમ કરી શકાય ?
ચંપા શ્રાવિકાનો તપ શાસ્ત્રકાર પરમર્ષિઓ વખાણે છે તે તપ અકબરની નજરે ચઢી ગયો. તેનું કારણ તે જ હતું કે તેના તપની સાથે ચિત્તની અપાર પ્રસન્નતા હતી અને આરાધનાના તમામ યોગો આરાધની હતી. ભગવાન મહાવીર દેવે છ મહિનાનો ઘોર તપ કર્યો હતો.
તપ શોભી ઊઠે છે ચિત્તની પ્રસન્નતાથી અને આવા જ તપથી વાસનાઓ શમે છે. કર્મોનું દહન થાય છે. બેશક; તપથી કદાચ શરીર નબળું પડે કે કચડાઈ જાય તેનો કોઈ ઉપાય નથી અને તે કોઈ અપરાધ નથી. કોઈ અગ્નિશમન બંબો (ફાયર બ્રિગેડ) આગ ઓલવવા દોડ્યો જતો હોય અને જોરજોરથી ઘંટ વગાડતો જતો હોય, લોકોને પ્રેરણા કરતો હોય કે ભાઈ બાજુ પર હટી જાઓ અગ્નિશમન બંબો આવી રહ્યો છે અને છતાં એકાદ બાળક પોતાની સ્વભાવજનક બેદરકારીથી અડફેટમાં આવી કચડાઈ જાય તો તે અકસ્માત તરફ નજર પણ કર્યા સિવાય તે અગ્નિશમન આગળ દોડ્યું જાય છે અને જો તેના સનસીબે તે સૌથી પહેલા પહોંચી જાય, તો આગ બુઝાવવાના ફળરૂપે ઈનામ પણ તેને મળે છે. બાળકને અડફેટમાં લાવવાની સજા તો દૂર રહી, પરંતુ સહુથી પહેલાં આગ બુઝાવવા બદલ તે
અગ્નિશમનને ઈનામ પ્રાપ્ત થાય છે. આમ કેમ બને? તેનો જવાબ એક જ છે. અગ્નિશમન બંબાનું - લક્ષ બાળકને અડફેટમાં લેવાનું હતું જ નહિ તેનું લક્ષ તો આગ બુઝાવવાનું હતું. આ જ રીતે તપ નામનો અગ્નિશમન બંબો જ્યારે આત્માના પ્રદેશ-પ્રદેશે લાગેલી આત્માની વાસનાઓનો જ નાશ કરવાના લક્ષથી વેગથી આગળ વધી રહ્યો હોય ત્યારે બાળક જેવું શરીર અડફેટમાં આવી જાય અને હોનારત થતાં તે કચડાઈ જાય તો તેની કોઈ સજા આત્માને તપ નામના અગ્નિશમન બંબાને થતી નથી.
સારાંશ એ છે કે અહિંસા અને સંયમ ધર્મની આરાધના નવા પાપોને રોકે છે અને તપની આરાધના જૂના પાપોને દૂર કરે છે.