________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ખાવું. ઘરના સભ્યોને છોડીને ભોજન ન કરવું. આ બધું જો હોય તો કરેલો આહાર નુકશાન કર્યા વિના રહેતો નથી.
એટલા માટે ઉપરનાં કારણોથી અલગ એટલે કે શુદ્ધ અને પવિત્ર ભાવથી ભોજન લેતા પહેલા નવકાર ગણીને કે ભગવાનનું નામ લઈને ખાધેલા આહાર સાત્વિક છે. જે ખાવાવાળાનું આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ આદિની વૃદ્ધિ કરે છે.
આ પ્રકારે તામસિક, રાજસિક અને સાત્વિક આહારને મનુષ્ય માત્ર મોંઢા દ્વારા ખાશે અને ખાધેલો આહાર પેટના ભાગમાં જઈને જમા થશે. જ્યાં એ આહારને દળવા માટે ચક્કી નથી, પથ્થર શીલા નથી અથવા ભગવાનની એક પણ શક્તિ નથી. પેટના એક ભાગમાં પિત્ત થાય છે જે ખૂબ જ ગરમ હોય છે તે ખાધેલા ખોરાક પર પડે છે જેના કારણે પેટમાં પડેલો આહાર એક રસ બની જાય છે. કોઈપણ સમયે અને કોઈની શક્તિથી ખાધેલી બદામ, મેવો, મલાઈ આદિ પદાર્થોનો તરત વીર્ય નથી બનતું અને જેટલી બદામ ખાધી હોય તે બધાનું પણ વીર્ય નથી બનતું, પરંતુ બધા જ પદાર્થોનો એક જ રસ બને છે. બધા માટે આ એક જ ક્રિયા છે કે ખોરાકનો રસ બને છે.
બંધાતા કર્મોમાં તે સમયે જેવી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશોનો નિર્ણય થઈ જાય છે તેવી જ રીતે ખાધેલા ખોરાકમાં પણ સાતે ધાતુઓનો નિર્ણય થઈ જાય છે. જેવા કે માવો હોય અથવા બાજરાનો રોટલો હોય, દૂધપાક હોય અથવા દાળકઢી હોય. એમાંથી સીધું લોહી આદિ બનવાની તાકાત ન માવામાં છે કે ન બાજરાના રોટલામાં છે. પરંતુ લોહી બનવાની તાકાતવાળા આહારથી જ લોહી આદિ બનશે. મેવા, મિઠાઈ, કેસરીયા દૂધ આદિ જે કંઈ હોય તે બધું વિષ્ટા અને મૂત્રના દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. એવા મિઠાઈ આદિથી સાત ધાતુઓ સારી બનતી હશે? આ સર્વમાં અજ્ઞાન છે. જેમ કે ફક્ત ચાર દિવસ સુધી મેવો, મિઠાઈ કે મલાઈ પેટ ભરીને ખાઓ ત્યારે અનુભવ થશે કે આદિ સુધી રોટલી શાક નથી ખાધા તો પણ મળ મૂત્ર દ્વારા શરીરથી બહાર કેવી રીતે આવ્યું?
શરીરમાં ઉત્પન્ન થવાવાળી પ્રત્યેક ધાતુના મળની સ્કૂલ અને અણુ રૂપમાં ત્રણ અવસ્થા હોય છે. જેવી રીતે ખાધેલો આહાર પેટમાં ૫ થી ૬ કલાકમાં પચે છે અને પાચન થયેલા તે ખોરાકમાંથી વિષ્ટા અને પેશાબ રૂપે શરીરમાંથી ફેંકવામાં આવે છે અને બાકીનું જે બચ્યું હોય તેનો રસ બની જાય છે. રસનું ફરી પાચન થવા પર એમાં મળ રૂપમાં કફ અને બાકીનું લોહી બની જાય છે. લોહીનું મળ પિત્ત હોય છે અને બાકીનું નાનકડા રૂપમાં માંસ બને છે. એમાંથી નાક, આંખ અને કાનનો મેલ બહાર ફેંક્યા પછી નાનકડા રૂપમાં ચરબીનું નિર્માણ થાય છે. ચરબીમાંથી હાકડાં બને છે. એમાંથી મેલના રૂપમાં દાઢી, મૂંછ આદિ વાળ બને છે અને બાકીની મજ્જા બને છે. એમાંથી આંખના પીચાદિ મેલ બનીને બહાર ફેંક્યા પછી “વીર્ય ધાતુ બને છે. પુરૂષના શરીરમાં બનેલું વીર્ય અને સ્ત્રીના શરીરમાં સાતમી ધાતુના