________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
એ તો એનું વ્યવહારીક રુપ છે. ભોજન ન કરી માત્ર ભૂખને સહન કરીને કોઈ ઉપવાસી પોતાના પર ગર્વ કરે તો એ મોટી ભૂલ હશે. જ્યાં સુધી મનને પવિત્ર કરવામાં ન આવે ત્યાં સુધી ઉપવાસ સાર્થક નહિ થાય. આત્મ સંયમ અને આત્મ એકતાનું સુંદર સાધન અને ઉચિત માધ્યમ ઉપવાસ જ છે. શ્રી ધનજી ઉપવાસના આધ્યાત્મિક પક્ષ પર વિવેચન કરતા લખે છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો અઠવાડીયામાં એક ઉપવાસ કરવો જોઈએ. સમસ્યાઓ શાંત થઈ જશે અને મોટુ બળ મળશે. આપણે કામથી થકાવટનો અનુભવ નથી કરતા. હકીકતમાં તો જે વૃત્તિઓ વ્યર્થ અહીં-તહીં નચાવે છે એનાથી જ હેરાન થવાય છે. એના કારણે જ થકાવટનો અનુભવ થાય છે પણ તે ઉપવાસમાં શાંત થઈ જાય છે.
સંસ્કૃતિનો વિકાસ જીવનદષ્ટિના આધાર પર થાય છે. ભારતમાં ભોગમૂલક અને ત્યાગમુલક જીવનદષ્ટિના આધાર પર ક્રમશઃ બે સંસ્કૃતિઓ વૈદિક અને શ્રમણ સંસ્કૃતિનો વિકાસ થયો છે. વૈદિક સંસ્કૃતિમાં ભોગમુલક પ્રવૃત્તિની સંપોષક પ્રવૃતિની વાત રહેલી છે. જ્યારે શ્રમણ ધારા ત્યાગમૂલક નિવૃત્તિપરક સાધના પર ભાર આપે છે.
ડૉ. સાગરમલ જૈને બન્ને સંસ્કૃતિઓનો વિકાસ અને તેના ધાર્મિક, દાર્શનિક અને સંસ્કૃતિની તાલિકા અહીં બતાવી છે.
મનુષ્ય
શરીર.
વાસના
ભોગ
અભ્યદય સ્વર્ગ
ચેતના વિવેક વિરાગ (ત્યાગ) નિઃશ્રેયસ મોક્ષ (નિવાણ) સન્યાસ નિવૃત્તિ નિવર્તક ધર્મ આત્મોપલબ્ધિ
કમ
પ્રવૃત્તિ પ્રવલ ધર્મ અલૌકિક શક્તિની ઉપાસના
સમર્પણમૂલક યજ્ઞમૂલક ભક્તિમાર્ગ કર્મમાર્ગ
ચિંતન પ્રધાન જ્ઞાનમાર્ગ
દેહપીડા મૂલક તપમાર્ગ