________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
આદિ ટૂટી જાય છે તેની મરામત કરવા (૨) જીવન સત્તા બનાવી રાખવા માટે જીવનદાયિની શક્તિ ઉત્પન્ન કરવા (૩) ખોરાક લેવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવા.
સાધારણ રીતે રોગની ત્રણ શ્રેણીઓ માનવામાં આવી છે
(૧) તીવ્ર રોગ – આ રોગ માટે એ વાતની સાબીતી છે કે તમારા શરીરમાં વિષ, વિકાર, મળ આદિ પદાર્થો વિસર્જનના જે સ્વાભાવિક માર્ગો છે તે બરાબર કાર્ય નથી કરતાં તેના પર વધારે પડતો ભાર આવી ગયો છે. એવા સમયે ભાર ને હળવો કરવા તથા નિકાલના જે રસ્તાઓ છે તેને સ્વાભાવિક બનાવવા માટે ભોજન બન્ધ કરી દેવું, ઉપવાસ કરવો અનિવાર્ય છે.
૧
(૨) જીર્ણરોગ – આમાં વિકારોનું પ્રમાણ વધે અને અસ્વાસ્થ્યકર આદતોથી જીવનશક્તિનો હ્રાસ એટલો વધારે થઈ જાય છે કે તેનાથી શરીરના વિકારોને કાઢવા માટેની શક્તિ જ નથી રહેતી એ સમયે જે અંગમાં વધારે વિકાર જમા થઈ ગયો હોય તે અંગ રોગથી ઘેરાઈ જાય છે અને સમય પસાર થતા આ રોગ એવો હઠીલો બની જાય છે કે કોઈપણ દવા તેને કામ નથી આવતી ત્યારે આ સ્થિતિમાં ઉપવાસ જ રામબાણ ઔષધિ છે. ભોજનના અભાવમાં જીવનશક્તિ વિષ અને વિકારોનો નાશ કરી દે છે અને અનાવશ્યક દ્રવ્ય ન આવવાથી જૂના વિષ-વિકારોનું વિસર્જન થતુ રહે છે.
-
(૩) મારક રોગ – આમાં જીવનશક્તિનો હ્રાસ એટલે બધો વધારે થાય છે કે તે રોગના સૈનિકો પાસે ટકી શકતી નથી એવા સમયે ઉપવાસ જ લાભદાયી રહે છે.
આત્મશુદ્ધિ પ્રાકૃતિક ચિકિત્સામાં રોગ નિવારણ માટે ઉપવાસ સિવાય પણ ભોજન, પાણી, વાયુ, પ્રાણાયામ, કસરત, માલીશ, ધૂપ, માટી આદિ સાધનોનો સહારો લેવામાં આવે છે. આ સાધનોથી શારીરિક રોગ તો મટી જશે પણ આત્માને સાધના નહી મળે. એટલા માટે નિઃસંકોચ પણે કહેવામાં આવે છે કે રોગ નિવારણ, આત્મવિશ્વાસ અને પ્રકાશ ત્રણે એક સાથે પ્રાપ્ત કરવા હોય તો ઉપવાસને અપનાવો. મહાવીર, બુદ્ધ જેવા રાજપાટને છોડીને યુવાન અવસ્થામાં વૈરાગી બની ગયા. શા માટે ? એટલા માટે નહિ કે તેઓ રોગી હતા અને એટલા માટે નહિ કે તેમને ખાવા મળતું ન હતુ કે રહેવા માટે ઘર ન હતુ ? ના એટલા માટે કે એમને જ્ઞાન પ્રાપ્ત કરવુ હતું અને એની પ્રાપ્તિ માટે નીકળી પડ્યા હતા. ભૂખ્યા રહીને બન્ને સાધનામાં તલ્લીન થયા. એકને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને બીજા પ્રકાશ (બોધ)ને પામીને બુદ્ધ થયા.
૭૦
સુકલલી, જેની કાયા હતી એવા ગાંધીજીએ પૂર્ણ તાકાતથી સામનો કર્યો હતો. એ મુકાબલો કયા બળ ઉપર ? આત્મવિશ્વાસ અને આત્મશક્તિના બળ ઉપર અને એના માટે શક્તિ મળી ઉપવાસ દ્વારા. ઉપવાસનો અર્થ જ પરમાત્માની નજીક રહેવું ૩૫ + વાસ = ૩પવાસ ‘ઉપ’નો અર્થ છે, નજીક અને વાસનો અર્થ છે રહેવું. આ શબ્દ બે શબ્દ દ્વારા બનેલો છે. નજીક રહેવાની વાત કરી છે તો કોની નજીક રહેવાનું ? આત્માની નજીક, પરમાત્માની નજીક, આ જ ઉપવાસનો સાચો અર્થ છે. ભોજન ન કરવું