________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૧.૬ શરીર શોધન સંદર્ભે
કરોડ રૂ. દાગીનો લોકરમાં મૂકવા માટે છે, ને કરોડ રૂ. નું મશીન ૩ પાળી કામ લેવા માટે છે. વર્તમાનમાં દાગીનાની હાલત એવી છે કે એ લોકરમાં જ રહે ને એન્ટેક્સ પહેરાય. દાગીનો સ્થિર મિલકત છે. મોંઘવારી સાથે વધતા ભાવવાળી મિલકત છે. જ્યારે મશીન ઘસારને આધીન છે. ઉપયોગમાં લો તો ઉપયોગી થાય ને ઉપયોગમાં ન લો તો ક્ટાઇ જાય.
શરીર સતત ઘસારને આધી છે. માટે એ દાગીનો નથી. એને દાગીનો માનસો તો મુરખ ઠરશે. મશીનમાં તેલ પુરવામાં ન આવે તો મશીન ન જ ચાલે તેમ શરીર પણ મશીન છે. આ શરીરને ચલાવવા માટે પણ ખૂબ પૂરતો જ આહાર આપવાનું છે એની પાસેથી કામ કઢાવી લેવાનું છે. ઉપવાસથી શરીર તથા આત્મશુદ્ધિ
આહાર, નિદ્રા અને મૈથુન પ્રાણીનો સાધારણ ધર્મ છે. આ બધામાં આહારને પ્રધાનતા આપવામાં આવી છે. ચાર્વાક દર્શન કહે છે કે દેવું કરીને પણ લાડવા ખાવામાં જ જીવન છે. “ખાવા માટે જીવો” એ ચાર્વાકનો મંત્ર છે પણ અહીં ઋષિમુનિઓ કહે છે કે “જીવવા માટે ખાઓ.” અન સિકલેયર, ડૉ.એડવર્ડ હુકર ડેવો પ્રો. એનાલ્ડ ઇહરિટ, એડવર્ડ અર્લ યુરિંગટન, ડૉ. હેનરી લિડેલ્હાર જેવા પશ્ચિમી વિદ્વાનો પણ આ જ ઋષિઓની વાણીને પુષ્ટી આપે છે. “ખાવા માટે ન જીવો પણ જીવવા માટે ખાઓ.” શરીરશુદ્ધિ –
શરીર શુદ્ધિ માટે પાશ્ચાત્ય દેશોમાં ઉપવાસ માટે જે પ્રચાર વધી રહ્યો છે તેને જોઈને નવાઈ લાગે છે ત્યારે વિચાર આવે છે કે આપણા ધર્મપ્રિયદેશ ભારતમાં પણ આટલો બધો પ્રચાર નથી. પ્રો. ઇહરિટે પોતાનું પુસ્તક “રેશનલ ફાસ્ટિંગ”માં સર્વપ્રથમ ઉપવાસ દ્વારા રોગમુક્તિના વૈજ્ઞાનિક માર્ગનું પ્રતિપાદન કર્યું છે. તેમના મતાનુસાર પ્રત્યેક યોગમાં રોગના ફળસ્વરૂપ શરીરમાંથી કોઈ ને કોઈ રીતે કફ આદિ નીકળે છે અને જયારે રોગ વધી જાય છે. બગડી ગયેલું લોહી આવવા લાગે છે તેમજ ઠંડુ પડી જવાના કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બળતરા, સોજા, ખાલી ચડી જવું વિગેરે દર્દ થવા લાગે છે. આવી સ્થિતિમાં દર્દીએ માત્ર કફ ન થાય તેવો ખાદ્યપદાર્થ તથા ફળ લેવા જોઈએ અથવા કાંઈ પણ ન લેતા માત્ર લીંબુપાણી અથવા પાણી લેવું જોઈએ. પાચનક્રિયા બંધ થવાથી એટલે કે હોજરીને આરામ આપવાથી રોગનિવારણનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે.
ઉપવાસ દ્વારા રોગ દૂર થવાનું એક કારણ એ છે કે શરીર રબરની જેમ લચીલી નળીઓથી બનેલું છે નળીઓ વધારે ખાવાથી ફૂલાઈ જાય છે. લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી તેના કારણે રોગની