________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
શરીર શરીર શું છે? અને શા માટે?
સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવોમાં કરેલા શુભાશુભ કર્મોની જાળમાં જીવમાત્ર ફસાયેલા હોવાથી કર્મોના ફળને ભોગવવા માટે શરીરને ધારણ કરવું પડે છે અને શરીર છે તો ઇન્દ્રિયો છે તથા તેનું સંચાલન કરવા માટે મન પણ છે. આ ત્રણેય પૌદગલિક હોવાથી પૌદગલિક ભાવોના જ ગ્રાહક છે.
શરીરમાં રસ, ખૂન, માંસ, હાડકાં, મેદ, મગજ અને વીર્ય નામની સાત ધાતુઓને છોડી બીજું કંઈ પણ નથી. જીવાત્માએ સાતવેદનીય, અસતાવેદનીય અથવા નામકર્મ જે રીતે બાંધ્યું હોય તે પ્રકારે આ સાત ધાતુઓનું નિર્માણ પોતાની રીતે સમય-સમય પર થયા કરતું હોય છે. આ ધાતુઓ જેટલી સશક્ત હશે શરીરની તાકાત પણ એટલી જ સશક્ત રહેશે. નહિ તો શરીર નિર્બળ, રોગિષ્ઠ અને કલેશપૂર્ણ રહેશે. આ બધાનો આધાર ખાધેલા આહાર ઉપર છે. આ આહાર ત્રણ પ્રકારનો છે. સાત્વિક આહાર, રાજસ આહાર અને તામસિક આહાર. આમાંથી જે રીતનો આહાર હશે તેવી જ રીતે તત્ત્વ સાત ધાતુઓમાં પણ ઉતરશે.
જેમાં પાણીનો અંશ રહી ગયો હોય તથા રાત વીતી ગઈ હોય એવો વાસી ખોરાક, રસહીન, માંસ આદિ, માદક પદાર્થો, ગટરના ગંદા પાણીમાંથી ઉગાડેલા શાકભાજીઓ, વાસી રોટલી, ખીચડી, હલવો, લાપસી, તામસી ખોરાક વિગેરે જેના ખાવાથી મનુષ્યનું જીવન વિષય વાસના તથા ઇન્દ્રિયોની ચુંગાલમાંથી બહાર નથી આવી શકતા.
જ્યારે વધારે ખાટું, તીખું, કડવું, મીઠું, મસાલેદાર, ગરમાગરમ ખોરાક ખાવો અને ખાધા પછી છાતીમાં બળતરા થાય એવો આહાર રાજસ છે. માનવનું જીવન ક્રોધ, રોષ, વૈર વાળું હોય છે. એના પરિણામે દુઃખ, શોક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અને રક્ત, ચામડીના રોગ એક પછી એક થયા કરતા હોય અને વધતા રહેતા હોય છે.
એના સિવાય ગંદુ મન અથવા ભાવથી વિષય વાસના પૂર્વક કામચેષ્ટાદિ અથવા ક્રોધ કષાયાદિની વિદ્યમાનતામાં જેવા કે ઘરે ખેતરના ઘઉં, ચણા, મગ, અડદ, ચોખા અથવા ઘરની ગાય-ભેંસનું દૂધ, દહીં, મલાઈ અથવા ઘીને રોટલી પર ચોપડે, ખીચડી આદિ પદાર્થ ખાવાવાળો તે આહાર તામસિક અને રાજસિક છે. એટલા માટે કહ્યું છે કે સંધ્યા, રાત્રિ કે સૂર્યોદયથી પહેલા આકાશ, ગરમી, અંધારું અથવા વૃક્ષની નીચે બેસીને ખાવું, હાથ-પગ, મોંઢું ધોયા વગર અથવા ગંદા કપડા પહેરીને ભોજન ન કરવું. અપવિત્ર ભાવથી અતિઆસક્તિપૂર્વક ન ખાવું, ચિત્તમાં વ્યગ્રતા હોય, મન ભટકતું હોય અથવા આર્તધ્યાનમાં ફસાયેલા હોય ત્યારે ન ખાવું. પલંગ પર બેસીને તથા દક્ષિણ દિશામાં મોંઢું રાખીને ન