________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૧. સામાન્ય નિયમ એ છે કે સુખની ઉપલબ્ધિના નિમિત્ત કોઈને કોઈ દુઃખ તો ઉઠાવવું પડશે
તો પછી આત્મસુખોપલબ્ધિ માટે કષ્ટ ઉઠાવવું ન પડે તે કેવી રીતે સંભવી શકશે ? ૨. તપ દ્વારા પોતાને સ્વેચ્છાપૂર્વક કષ્ટમય સ્થિતિમાં નાખીને પોતાના વૈચારિક સમત્વભાવનું
પરિક્ષણ કરવાનું છે તથા અભ્યાસ કરવાનો છે. “યુવ-કુશે સમ કૃત્વા” કહેવું સહેલું છે. પરંતુ
નક્કર અભ્યાસ વગર આ આધ્યાત્મિક જીવનનું અંગ નથી બની શકતું. ૩. આ બોલવું સહેલું છે કે હું “ચૈતન્ય છું. શરીર જડ છે.” પરંતુ શરીર અને આત્માની વચ્ચે જડ
અને ચેતનની વચ્ચે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે સત્ બ્રહ્મ અને મિથ્યા જગતની વચ્ચે જે અનુભવાત્મક ભેદવિજ્ઞાનરૂપ સમ્યગૃજ્ઞાનની આવશ્યકતા છે તેની સાચી કસોટી તો આ આત્મનિયંત્રણ છે દેડદંડ અથવા કાયલેશ તે અગ્નિ પરીક્ષા છે. જેમાં વ્યક્તિ પોતાના
ભેદજ્ઞાનની નિષ્ઠાનું સાચુ પરીક્ષણ કરી શકે છે. ઉપરના આધાર પર આપણે જેમને દેહદંડ અથવા આત્મ નિયંત્રણ રૂપ તપસ્યાનું સમર્થન કર્યું છે તે જ્ઞાન સમન્વિત તપ છે. જે તપમાં સમત્વની સાધના નથી ભેદવિજ્ઞાનનું જ્ઞાન નથી એવો દેહદંડ તપ જૈનોને સ્વીકાર્ય નથી. ભગવાન પાર્શ્વનાથ અને તામસ કમઠની વચ્ચે તપનું આ જ સ્વરૂપ તો વિવાદનો વિષય હતો અને જેમાં પાર્શ્વનાથે અજ્ઞાનજનિત દેહદંડની નિંદા કરી હતી. સ્વાધ્યાય એ તપનું જ્ઞાનાત્મક સ્વરૂપ છે. ભારતીય ઋષિઓએ સ્વાધ્યાયને તપના રૂપમાં સ્વીકારીને તપને જ્ઞાન સમન્વિત સ્વરૂપ પર જ જોર આપ્યું છે. ગીતાકાર જ્ઞાન અને તપને સાથે સાથે જુએ છે. 1 (ગીતા - ૧૬) ૧, ૧૭, ૧૫, ૪/૧૦, ૪+૨૮)ભગવાન મહાવીરે અને બુદ્ધ અજ્ઞાનરૂપ તપની નિંદા સમાન રૂપથી કરી છે. ભગવાન મહાવીર કહે છે કે
मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए । નો સુયgયધમક્ષ નં મધરૂં સોસિ || (ઉત્તરાધ્યયન સૂત્ર - ૯/૪૪) અજ્ઞાનીજન માસ-માસખમણની તપસ્યા કરે છે અને પારણામાં માત્ર તણખલાના અગ્રભાગ પર રહે તેટલું અન્ન ગ્રહણ કરે છે છતાં તે જ્ઞાનીઓની સોળમી કળાના બરાબર પણ ધર્મનું આચરણ નથી કરી શકતા.
આજ વાત બુદ્ધ પણ કહી છે मासे मासे कुसग्गेन बालो भुंजेय भोजनं । ન રે સંતધમ્માને કર્ન મધતિ સોલ II (ધમપદ - ૭૦) આવી રીતે જૈન, બૌદ્ધ અને ગીતાજીના આચાર દર્શનમાં અજ્ઞાનયુક્ત તપને હેય સમજવામાં આવ્યો છે.