________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
દેહદંડને જો ઢીલાશના અર્થમાં સ્વીકારીશું તો તેની વ્યાવહારિક ઉપાદેયતા પણ સિદ્ધ થઈ જશે. જેમ વ્યાયામના રૂપમાં કરેલો દેહદંડ (શારીરિક કષ્ટ) સ્વાથ્ય રક્ષા અને શક્તિ સંચયનું કારણ બનીને જીવનના વ્યાવહારિક ક્ષેત્રમાં પણ લાભપ્રદ બને છે. તેવી જ રીતે તપસ્યાના રૂપમાં દેહદંડનો અભ્યાસ કરવાવાળા પોતાની શરીરમાં કષ્ટ સહિષ્ણુ શક્તિ વિકસિત કરી લે છે. જે વાસનાઓના સંઘર્ષમાં જ નહિ જીવનની સામાન્ય સ્થિતિમાં પણ સહાયક બને છે. એક ઉપવાસનો અભ્યાસી વ્યક્તિ જો કોઈ પરિસ્થિતિમાં ભોજન કદાચ ન મળે તો પણ તે એટલો બધો વ્યાકુળ નહિ બને જેટલો રોજ ખાવાવાળો બનશે. જીવનમાં કષ્ટ સહન કરવા એ અધ્યાત્મિક પ્રગતિ માટે આવશ્યક છે. આધ્યાત્મિક દ્રષ્ટિ વગર માત્ર શરીરને ધ્યાનમાં રાખીને જે તપ કરે તે તપ નથી. જૈનદર્શનમાં દેહદંડ કરવામાં નથી આવતો પણ થઈ જાય છે. તપશ્ચર્યાનું પ્રયોજન આત્મપરિશોધન છે નહિ કે દેહદંડ. ઘી ની શુદ્ધિ માટે ઘી ને તપાવવું પડે છે નહિ કે પાત્ર ને... બસ એ જ પ્રકારે આત્મશુદ્ધિ માટે આત્મવિકારોને તપાવવામાં આવે છે નહિ કે શરીરને. શરીર તો આત્માનું ભાજન (પાત્ર) હોવાથી તપી જાય છે. તપાવવાની જરૂર નથી પડતી. જે તપમાં માનસિક કષ્ટ હોય, વેદના હોય, પીડા હોય તે તપ નથી. પીડા થવી તે અલગ વાત છે અને પીડામાં વ્યાકુળતા થવી તે અલગ વાત છે. તપ કરતા પીડા જરૂર થશે, પરંતુ પીડાની વ્યાકુળતાની અનુભૂતિ નહિ થાય. પીડા શરીરનો ધર્મ છે. વ્યાકુળતાની અનુભૂતિ આત્માની છે. એવા અનેક ઉદાહરણ છે જેમાં બન્ને ને અલગ અલગ જોઈ શકાય છે.
કોઈપણ જ્યારે પ્રથમ વખત ઉપવાસ કરે છે ત્યારે તેને ભૂખની પીડાનો અનુભવ અવશ્ય થશે છતાં તે પીડાની અનુભૂતિ નથી કરતો કારણ કે ઉપવાસ તપના રૂપમાં કરે છે અને તપ તો આત્માનો આનન્દ છે. તે જીવનની સુન્દરતાને નષ્ટ નથી કરતો પરંતુ જીવનના આનંદને વ્યક્ત કરે છે.
આ તપની નિર્વિવાદ પરિભાષા છે જેના મુલ્યાંકનને બતાવવાની આવશ્યકતા નથી આનાથી પૂર્વના લોકોને કોઈ આપત્તિ નહિ આવે અને પશ્ચિમના લોકોને પણ કોઈ આપત્તિ નહિ આવે. અહીં આત્મવાદી અને ભૌતિકવાદી બધા એક ભૂમિ પર સ્થિર છે. જો ઉપર્યુક્ત તપની પરિભાષાને સ્વીકારીને ચાલવામાં આવે તો નિષેધાત્મક દ્રષ્ટિથી તૃષ્ણા, રાગ, દ્વેષ આદિ ચિત્તની સમસ્ત અકુલિન (અશુભ). વૃત્તિઓનું નિવારણ થઈ જશે અને હકારાત્મક દ્રષ્ટિથી બધી જ કુલીન શુભ વૃત્તિઓ તથા ક્રિયાઓનું મળવું તેને તપ કહેવામાં આવે છે.
ભારતીય ઋષિઓએ હંમેશા તપને વિરાટ અર્થમાં જ જોયો છે. અહીં શ્રદ્ધા, જ્ઞાન, અહિંસા, બ્રહ્મચર્ય, આર્જવ, માર્દવ, ક્ષમા, સંયમ, સમાધિ, સત્ય, સ્વાધ્યાય, અધ્યયન સેવા સત્કાર આદિ બધા ગુણોને તપ માનવામાં આવે છે. I 1 /
તપ આત્માની ઉષા છે. જેને શબ્દોથી બાંધી શકાતી નથી. આ કોઈ એક આચારદર્શનની માલિકી નથી એ તો પ્રત્યેક જાગૃત આત્માની અનુભૂતિ છે. તેની અનુભૂતિથી જ મનમાં રહેલા કલેશો સાફ થવા લાગે છે. વાસનાઓ શિથિલ થઈ જાય છે. અહિં ગળવા લાગે છે. તૃષ્ણા અને કષાયની અગ્નિ તપની 1. ગીતા - ૧૭/૧, ૧૪/૧૯