________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ઘણું જ સહન કરવું પડતું હોય છે અને જીવન પણ પીડિત અવસ્થાવાળું અપમાનિત અને તર્જનાથી દુઃખોથી) ભરેલું પામે, આ બધું શાનું પરિણામ છે?
તપ ઊંચી કોટિનો પાળ્યો પણ સામે શલ્યો રાખીને માયાનો ડંખ છોડ્યો ન હતો તેથી તપને બદલે શરીર પોસવામાં જ લેપાયો.
આ તો સારાંશ છે કે જીવનના શલ્યોનો ઉદ્ધાર જ લેપાયો અને દુર્ગતિમાં જતાં જે દોષો લાગુ થાય છે એનું મૂળ બીજ અહીં તપમાં ન પડી જાય એવું જીવન આપણે બનાવતા રહેવું. અલબત એ માટે મન ઉપર થોડું જોર કરવું પડે છે, પણ એ વિના ગુણો આવતા જ નથી. જેને ગુણસંપન્ન બનવું છે એણે સહન કરવું જ પડવાનું. જેમાં આપણને દેખાય કે કંઈક સહન કરીએ છીએ. ભૂખ, તરસ, અપમાન વગેરે એવું જીવન ઘડવું જોઈએ તે પછી જ ગુણ સંપન્નતાનો અનુભવ થાય તો આપણો પણ આત્મા અનંત એવી જ્ઞાન-દર્શનની સાચી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. માટે મહાપુરુષો કહે છે કે “મMા વેવ તમે યુવ્યો”
ખેતરમાં ખેડૂતોને વાડ નાખતાં જોયા છે ને? શા માટે? પશુ-પંખી અનાજને નુકશાન ન પહોંચાડે તે માટે ને ! કોઈ અનાજ ચોરી ન જાય તે માટે ને ! તે જ પ્રમાણે આત્માના રક્ષણ માટે વાડની જરૂર છે. દશવૈકાલિકના પહેલા અધ્યયનની પહેલી ગાથામાં અહિંસાને પાળવા માટે સંયમરૂપી વાડની જરૂર જણાવી છે. સંયમ વિના અહિંસા પાળી શકાતી નથી માટે પહેલા અહિંસા મૂકી, પછી સંયમ મૂકયું અને પછી તપ મૂક્યો એટલે બીજી રીતે કહીએ તો તારૂપી તિજોરીના સંયમરૂપી ખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. આમ તપ છે તો બધુ સલામત છે અને તપ નથી તો અસલામતી જ છે.
ભીંતને ચકમકતી કરવા માટે જેમ પોલિશની જરૂર છે તે જ પ્રમાણે આત્માની સિદ્ધિ માટે તારૂપી પોલિશની જરૂર છે. શરીરને સારું રાખવા માટે સારા ખોરાકની જરૂર છે તે ન્યાય મૂજબ આત્માને સારા રાખવા માટે તારૂપી પથ્યની જરૂર છે. કપડાંને સારા કરવા માટે જેમ ધોકા મરાય છે તે રીતે આત્મારૂપી કપડામાં મેલ ભરાયો હોય તો તેને તારૂપી ધોકા મારવાની જરૂર છે.
તપ એ સાક્ષાત્ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન દ્વારા તપને પરિણમવાનો છે. તપની તાકાત એટલી પ્રચંડ છે કે નિકાચિત કર્મના ભૂક્કા કરી દે છે. અર્જુનમાળી જેવા રોજની સાત હત્યા કરનારા પણ તપના આચરણ દ્વારા કર્મના ભૂક્કા બોલાવી દીધા અને મોક્ષગામી બની ગયા.
તપ કરવાથી કષ્ટ સહન કરવાની આદત પડે છે. તેથી દુઃખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છોડ્યા વગર તપ થઈ શકતો નથી એટલે તપ એ સુખની સામગ્રીને છોડવાનું પણ શીખવાડે છે. જેમાં માણસને ગામડામાં ફ્રેકચર થયું હોય અને મોટા શહેરમાં સારુ થઈ જાય છે તેમ તપશ્ચર્યા કરવાથી ગયા ભવના પાપો આ ભવમાં નાશ પામે છે.
જેમ કોઈ દર્દીના પેટમાં ગાંઠ થઈ હોય અને તેનું ઓપરેશન કરવામાં આવે તો વજન ઓછું થાય છતાં ઓપરેશન થવાથી દર્દી રાજી થાય છે કે મારો રોગ ગયો તે રીતે તપશ્ચર્યાથી શરીર ઓછું થાય છે પરંતુ કર્મરૂપી રોગ દૂર થઈ જાય છે.