________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૧.૫ તપ આત્મ સાધના તરીકે પોતાની જાત પરનું કાર્ય
દાસી થોડી વાર માટે રાજાના શયન પર સુવા ગઈ. સીધા સો સટાકા થયા ને દાસી ખડખડાટ હસવા લાગી. રાજાએ આશ્ચર્યથી હસવાનું કારણ પૂછ્યું, દાસીએ કહ્યું થોડીક ક્ષણ સુવાના સો સટાકા તો વર્ષો સુધી સુનારાને કેટલા સોટા ? આટલી વાત સાંભળી રાજાની આંખ ઉઘડી ગઇ.
પ્રતિકુળતામાં ટકી રહેવું એ જેમ ઊંચી ભૂમિકા છે તેમ અનુકૂળ આવે છતા મન ન રમે એ યોગીની કક્ષા છે. તે કક્ષા પ્રાપ્ત કરવાની છે. પેંડો ખાવા છતા સ્વાદ નહીં સાધના પ્રાપ્ત કરવાની છે. મિથ્યાત્વીને પેડો મીઠો માટે ખાવા જેવો લાગે. સમકાતિને પેંડો મીઠો છે માટે ત્યાગ કરવા જેવો લાગે. વીતરાગીને પેંડો મીઠો છે પણ એમાં કાંઇ લેવા દેવા નહી. આ ભૂમિકા સાધનાની છે અને એને કેળવવાની છે.
તપસ્યા આત્મશુદ્ધિ તથા કલેશ નિવારણ માટે છે. જેમાં શારીરીક શુદ્ધિ સાથે આધ્યાત્મિક શુદ્ધિની વાત બતાવી છે. તપની પૂર્ણતા તો આધ્યાત્મિક શુદ્ધિની પ્રાપ્તિથી જ થઈ શકે છે. તપ કલેશોને નબળા પાળવા માટે અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા માટે છે. તપમાં જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમાવેશ થઈ જાય છે. બાહ્યતપ એ ક્રિયાઓમાં છે અને આભ્યાન્તર તપ એ જ્ઞાનયોગ છે. આ બન્ને દ્વારા જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે.
શરીરને કષ્ટ આપવું, શરીરને તપાવવુ એ તપસ્વીનું લક્ષ્ય નથી. જેની દ્રષ્ટિ મારા શરીર સુધી સીમિત રહે છે. તે તપસ્વી નથી. તપસ્વી તો આત્મજ્ઞાની, ભેદજ્ઞાની હોય છે. શરીરરૂપી વાટમાં આત્માની જ્યોતિના દર્શન કરવાવાળા શરીર પ્રત્યે જ નિર્મોહી બની જાય છે. જ્યારે શરીરની મમતા દૂર થાય છે ત્યારે તપની જ્યોતિમાં કર્મમેલ બળવા લાગે છે અને આત્મા ઉજ્જવળ બની જાય છે.
જીવનની જીવન્તતા, જાગૃતિ શક્તિ તથા પ્રાણવત્તા તપ પર નિર્ભર છે. જેનું જીવન જેટલું તપે છે તે તેટલો જ પરિપકવ, પવિત્ર અને પૂર્ણ બને છે. તપ જીવનનો ઓજ અને પ્રકાશ છે. જેમ અંધકારને દૂર કરવાની શક્તિ સૂર્યમાં છે તેમ કર્મ જંજીરને તોડવાની શક્તિ તારૂપી સૂર્યમાં છે. તપ જાજવલ્યમાન અગ્નિ સમાન છે. અગ્નિ દ્વારા જે પ્રકારે બધા દોષ અને વિકાર નષ્ટ થઈ જાય છે. તે પ્રકારે તપ દ્વારા જીવનની અશુદ્ધિઓ અને વિકૃતિઓ નાશ પામે છે.
વિજળી પેદા કરવા માટે બે વસ્તુની આવશ્યકતા છે. એક દબાણ(પ્રેશર) જેનાથી વોલ્ટેજ નિર્મિત બને છે અને બીજો પ્રવાહ (ફલો) જેનાથી વિદ્યુતધારા સતત ગતિશીલ બને છે. આ પ્રકારે આધ્યાત્મિક ઉર્જા તપસ્યાના માધ્યમથી પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર પણ મુખ્ય બે પ્રકારના તપ બતાવ્યા છે. જેનાથી ઇન્દ્રિયો નિયંત્રિત રહી શકે છે. આભ્યન્તર તપ ફલો સમાન છે. જેનાથી વિદ્યુતધાર સમાન અનેક શક્તિઓ નિર્મિત થાય છે. તપશ્ચર્યા જીવનમાં અત્યન્ત લાભદાયી છે.
પેટમાં કચરો ન નાખો જેથી એનીમા ની જરૂર ન પડે અને દવાઓ પણ ખાવી ન પડે, પરંતુ અસલી દવા તો તપ છે. માટે તપની જ દવા લો. સુવર્ણને તપાવવાથી જ એની શુદ્ધિ થાય છે