________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
સાધનામય જીવનમાં મોટા કઠોર તપ કર્યા છે. પં.સુખલાલજી લખે છે કે તે નિર્દોષને જોતાં એવું કહી શકાય કે અવધૂત માર્ગ તપનું અત્યન્ત સ્થૂલ(રૂ૫) બુદ્ધ પણ ઉગ્રતપ કરેલ છે. મહાવીર અને ગોશાલક તપસ્વી તો હતા જ પરંતુ તેમની તપશ્ચર્યામાં ન તો અવધૂત તરફ કે ન તો તાપસોની તપશ્ચર્યાનો અંશ હતો. એમણે બુદ્ધ જેવા તપનું આચરણ નથી કર્યું. બુદ્ધ તપની ઉત્કૃષ્ટ કોટી પર પહોંચ્યા હતા પરન્તુ તેનું પરિણામ સંતોષપ્રદ ન હતું ત્યારે તે ધ્યાનમાર્ગ તરફ અભિમુખ બની ગયા અને તપને નિરર્થક માનવા લાગ્યા અને બીજાને પણ મનાવવા લાગ્યા. I 3 I
ગીતામાં પણ તપના યોગાત્મક સ્વરૂપ પર જ વધારે બળ આપવામાં આવ્યું છે. ગીતામાં તપનો મહિમા તો ઘણો જ બતાવ્યો છે. | 4. પરંતુ ગીતાકારનો નિર્દેશ દેહદંડ પર નથી નહિતો એમણે આ તપને નિમ્નસ્તરનો ન માન્યો હોત. / 5 / બૌદ્ધ પરંપરા તથા ગીતામાં તપના યોગ પક્ષ પર વધારે બળ આપે છે. જૈનદર્શનનો વિરોધ તપના તે રુપથી રહ્યો છે જે અહિંસક દ્રષ્ટિકોણથી વિપરિત જાય છે. બુદ્ધ પણ યોગ અને ધ્યાન માર્ગને વિકસિત કર્યું છે તેમ તપમાર્ગનો પણ સ્પષ્ટ વિરોધ નથી કર્યો. તેમના સાધુઓ ધુતંગ વ્રતના રૂપમાં આ તપસ્યામાર્ગનું આચરણ કરતા હતા.
જૈન દર્શન એમ માને છે કે જીવ કાયિક, વાચિક તથા માનસિક ક્રિયાઓના માધ્યમથી કર્મ વર્ગણાઓના પુદ્ગલો (Karmin Matter)ને પોતાની તરફ આકર્ષિત કરે છે અને આ આકર્ષિત કર્મવર્ગણના મુદ્દગલો રાગ-દ્વેષ અથવા કષાય વૃત્તિના કારણે આત્મતત્ત્વથી એકીભૂત થઈ તેની શુદ્ધિ સત્તા, શક્તિ તથા જ્ઞાનજ્યોતને આવરિત કરી દે છે. આ જડ તત્ત્વ તથા ચેતન તત્ત્વનો સંયોગ જ વિકૃતિ છે.
શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિને માટે આત્માની સ્વશક્તિને આવરણ કરવાવાળા પુગલોને અલગ કરવા જરૂરી છે. છૂટા પાડવાની આ પ્રક્રિયાને નિર્જરા કહે છે. જે બે રૂપોમાં સંપન્ન થાય છે. જ્યારે કર્મ પુદ્ગલો પોતાની નિશ્ચિત અવધિ પછી પોતાના ફળ આપીને અલગ થઈ જાય છે તે સવિપાક નિર્જરા છે પરંતુ આ નૈતિક સાધનાનો માર્ગ નથી. નૈતિક સાધના તો અપ્રયાસ છે. પ્રયાસપૂર્વક કર્મપુદ્ગલોને આત્માથી અલગ કરવાની ક્રિયાને અવિપાક નિર્જરા કહે છે અને તપથી જ તે શક્ય બની શકે તેમ છે.
આ પ્રકારે તપનું પ્રયોજન એ છે કે પ્રયત્નપૂર્વક કર્મ પુદ્ગલોને આત્માથી અલગ કરી આત્માની ઉપલબ્ધિ કરવી. આ જ આત્માનું વિશુદ્ધિકરણ છે. આ જ તપ સાધનાનું લક્ષ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં
3. સમરદર્શી હરિભદ્ર, પૃ.૬૭ – ૬૮ 4. ગીતા ૧૮/૫ 5. વહી ૧૭૬, ૧૯