________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
કેટલાકને તપથી શરીરની સુંદરતા નષ્ટ થવાનો ભય સેવે છે. અને તેથી તપથી વિમુખ રહે છે. ત્યારે ખાસ વિચારવું કે આ શરીર તો મળ, મૂત્ર, પુરુષ આદિ નિદ્ય અને અત્યંત ગ્લાની ઉપજાવનારી વસ્તુઓથી ભરેલું છે અને મહા અપવિત્ર છે. તેમાં વળી કઈ સુંદરતા બગડી જવાની હતી !
સુંદરતા અને સ્વચ્છતા તો આત્માની છે. શરીરની નથી. વળી દેવોની માફક કદાપિ મરણનો સમય નિશ્ચિત હોત તો “થોડો વખત નિશ્ચિત રહી પછી તપ કરીશું” એવી ભાવનાને સ્થાન આપી શકાત પરંતુ આજે આયુષ્ય ઘણું ટૂંકું છે અને અંતકાળ નિશ્ચિત નથી. તેથી પ્રમાદનો સર્વથા ત્યાગ કરી નિરંતર તપમાં ઉદ્યમી રહેવું એ જ યોગ્ય છે.
નિર્નર ૪ (તત્ત્વાર્થસૂત્ર) તપ સંવર નિર્જરાનો સુંદર ઉપાય છે. આત્માના વાસ્તવિક સુખનું સાચું સાધન છે. કારણ વ્યાકુળતા એ જ દુઃખ છે અને ઐહિક વિનાશી પદાર્થોની વાંચ્છા એ જ વ્યાકુળતા છે. એ અનાદિ વ્યાકુળતા શમાવવા તથા અનંત સુખ સ્થાનરૂપ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થવા શુભાશુભ ઇચ્છાઓનો સમ્યગૂ જ્ઞાનથી નિરોધ કરવો તે સમ્યફ તપ છે માટે જ કહ્યું છે કે, રૂછા નિરોયસ્ત : દ્રવ્ય અને ભાવરૂપ અનાદિ કર્મ સંસ્કારોની નિર્જરા તપથી જ થાય છે.
જે સુખ ચક્રવર્તીપણામાં પ્રાપ્ત થતું નથી તે સુખનો, સમ્યફ પ્રકારે તપ આચરવાથી સહેજે આત્મામાં અનુભવ થાય છે. માટે બુદ્ધિમાન પુરુષે સુખને અર્થે તપ કરવું નહિ.
સોનું મૂળ સ્વભાવે શુદ્ધ છે પણ તેને માટીનો મેલ લાગેલો છે. તે માટીનો મેલ દૂર કરવા માટે સોનાને ભઠ્ઠીમાં નાખવું પડે છે. મેલ બળી રહ્યા પછી સોનું શુદ્ધ થાય છે.
તેવી જ રીતે આત્માને કર્મરૂપી મેલ લાગેલો છે તે અનાદિ કાળના મેલને કાઢવા માટે તારૂપી ભઠ્ઠી ચાલુ કરવાથી ઘણા કાળના ચીકણા કર્મ બળીને ભસ્મ થઈ જાય છે અને શુદ્ધ સ્વરૂપી આત્મા અનુક્રમે મોક્ષગામી બની અનંતસુખનો ભોક્તા બને છે.
પરંતુ તપની સામે ઘણા લોકોની એવી ફરિયાદ છે કે, ભાઈ આ તો પંચમકાળ છે. આજે આપણા શરીર એવા નબળા થઈ ગયા છે કે આપણાથી એકટાણું પણ થઈ શકે નહિ તો ઉપવાસની તો ક્યાં વાત કરવી.
અત્યારે શારીરિક શક્તિ ઘટી ગઈ છે તે વાત ખરી પણ તેની સાથે એ પણ ભૂલવું જોઈએ નહિ કે અત્યારે એકટાણું પણ થઈ ન શકે એવાં નબળાં શરીર તો ભાગ્યે જ કોઈનાં હશે. એ તો અપવાદ ગણાય.
પણ તપ નહિ થઈ શકવાની ફરિયાદનું મુખ્ય કારણ મનની નબળાઈ છે. અત્યારે ખાવાપીવા અને રહેણીકરણીના સંસ્કાર જ એવા પડી ગયા છે કે એકટાણું કે ઉપવાસ કરવાની વાત સાંભળતાં જ ત્રાસ છૂટે છે !