________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
સુદિ સુદંભવ ચક્રમાં મનુષ્ય, ભવ, ઉત્તમ કુળ, દીર્ધાયુષ્ય, પંચેન્દ્રિયપટુતા, સદ્ગુરયોગ, શાસ્ત્રશ્રવણ, શ્રદ્ધા અને આચરણ એ સર્વ એક એકથી દુર્લભ ગણાય છે. તે સર્વ તપથી સુલભ બની જાય છે.
સુકન્ન gિ સુત્સર્જે છ ખંડના અધિપતિ થવું સહેલું છે પરંતુ ઇંદ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિ કઠિન છે. ઇંદ્રિયોમાં રસના સૌથી બળવાન છે. રસના ઉપર મેળવેલા કાબુ ઉપરથી મનુષ્યનું સંસાર નિર્વેદનું સાચું માપ નીકળે છે. જે જીભને જીતે તે જગતને જીતે છે. તપથી રસના જીતાય છે. રસ ત્યાગના અભ્યાસથી રસ ઉપરની આસક્તિ નાશ પામે છે અને તેથી આત્માના તીવ્ર કર્મબંધના પરિણામ ઢીલા પડી જાય છે.
આ ઉપરથી સમજાયું હશે કે મન, વચન અને કાયાની શુદ્ધિ માટે જ તપ કરવાનું છે. અને મન, વચન અને કાયાની શુદ્ધિ માટે કરવામાં આવેલું તપ જ સાચું છે.
કેટલાક તપસ્વીઓ સહેજ પ્રતિકુળ વાતમાં ક્રોધ કરે છે, ક્રોધી બની જાય છે તેને સાચા તપસ્વી કહી શકાય નહિ. તપમાં ક્રોધને સ્થાન જ નથી. કષાયોને દબાવ્યા વિનાનો તપ તે વાસ્તવિક રીતે તપ જ નથી.
તપ આત્મકલ્યાણ માટે જ કરવાનો છે અને તપ તથા સંયમને જીવનમાં અપનાવવાથી જ આત્માનું કલ્યાણ થઈ શકે છે.
તપસ્વી કોઈ ભયભીત વ્યક્તિને નિર્ભય કરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ તપસ્વીને ગાળો ભાંડે કે માર મારે તો પણ તપસ્વી તે ગાળો ભાંડનાર કે માર મારનારને કટુવચનો કહી ભયભીત કરતા નથી. પણ તેને અભયદાન આપી નિર્ભય બનાવે છે. તપસ્વીઓ તો બીજાઓ દ્વારા આપવામાં આવેલાં કષ્ટોને પણ પ્રસન્નાપૂર્વક સહી લે છે, શક્તિ હોવા છતાં પણ બીજાઓને ભયભીત કરતા નથી. તપસ્વીઓની તો આ જ મોટી વિશેષતા છે.
ગજકુમાર મુનિમાં શક્તિ હતી છતાં તેમનાં મસ્તક ઉપર ધગધગતા અંગારા મૂકનારા સોમિલને વાણીથી ભયભીત કર્યો ન હતો. ઊલટો તેને પરમ સહાયક માની અભયદાન આપ્યું હતું; એટલું જ નહિ પણ ગજસકુમાર મુનિના ગુરુ ભગવાન નેમિનાથે શ્રીકૃષ્ણને પણ એ જ કહ્યું હતું કે હે કૃષ્ણ ! તે પુરુષ ઉપર ક્રોધ ન કરો કારણ કે તે પુરુષે ગજસકુમાર મુનિને સહાયતા આપી છે. જો કે સોમલ બ્રાહ્મણે તેમના શિષ્ય ઉપર ધગધગતા અંગારા મૂક્યા હતા, છતાં ભગવાને તે સોમલ ઉપર ક્રોધ ન કર્યો, તેમ શ્રીકૃષ્ણના ક્રોધને પણ અટકાવ્યો.
આ પ્રમાણે તપસ્વીઓ કોઈને ભયભીત કરતા નથી અને જે લોકો ભયભીત હોય છે તેમને પોતાની અમૃતવાણી દ્વારા અભયદાન આપી નિર્ભય બનાવે છે. તપસ્વીની વાણીમાં શુદ્ધિ અને પવિત્રતા હોવી જોઈએ. એટલું જ નહિ પણ તેમનાં મનમાં પણ