________________
તપશ્ચર્યા
માટે જ કરવામાં આવ્યું હોય.
મનુષ્યનું આયુષ્ય પણ ટૂંકું છે, જ્ઞાન ઘણું ઓછું છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ સહન કરવાનું છે. મૃત્યુના વખતની કાંઈ ખબર નથી. એવો આ મનુષ્ય ભવ અનેક દુઃખોથી ભરેલો છે તેમાં પણ આ પાંચમા આરાનો મનુષ્યભવ તો દુઃખોના સમૂહરૂપ જ છે.
પરંતુ એ દુઃખોનો અંત લાવના અને મોક્ષનું પરમ સુખ અપાવનાર તપ પણ આ મનુષ્યભવમાં જ થઈ શકે છે. તેથી આ મનુષ્યભવ દુર્લભ ગણાય છે. એવો દુર્લભ મનુષ્યભવ, મનુષ્ય દેહ ભાગ્યયોગે મળેલ છે તો તેનો સત્વર સપયોગ કરી લેવો એ સુજ્ઞ મનુષ્યનું કર્તવ્ય છે.
મૃત્યુ ક્યારે આવશે એ કોઈ જાણતું નથી. માટે એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ નહિ કરતા આ મનુષ્યભવમાં બની શકે તેટલું નિર્મળ તપ કરી લેવું. નિર્મળ તપ એટલે કોઈ પણ જાતની સાંસારિક કે પૌદ્ગલિક સુખની આકાંક્ષા વગરનું ફક્ત કર્મની નિર્જરા માટેનું જ તપ કરવું અને મોક્ષમાર્ગમાં બને તેટલું આગળ વધવું એ દરેક મુમુક્ષુ મનુષ્યનું આવશ્યક કર્તવ્ય છે.
સર્વ દુઃખનું કારણ દુર્જેય વિષય કષાય છે. એ કષાયો ઉદ્ધત ચોરો જેવા છે અને મુમુક્ષુની રત્નત્રયરૂપી લક્ષ્મી ક્ષણવારમાં લૂંટી લીએ છે. પણ તપ રૂપી યોદ્ધા પાસે તે કષાયરૂપી ચોરોનું કાંઈ જ ચાલ્યું નથી. માટે દરેક મુમુક્ષુએ તરરૂપી રક્ષક હંમેશ પોતાની સાથે રાખવો જોઈએ, એટલે કે નિયમસાર તપનું આરાધન કરતા રહેવું જોઈએ.
પ્રકરણ ૧
મનની વૃત્તિઓનો નિગ્રહ કરવા માટે જ દેહ અને ઇંદ્રિયોનું દમન કરવામાં આવે છે. પરંતુ વૃત્તિઓને બહેકતી રહેવા દઈને તપ કરવામાં આવે છે તે તપની સાચી સિદ્ધિ મળી શકે નહિ. એટલે જ્ઞાનપૂર્વક વૃત્તિને રોકીને તપ કરવો જોઈએ.
દાન અને શીલ પછી તપને મૂકવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે દાન અને શીળના શુદ્ધ આચરણથી મન ઉચ્ચ દશાને પામ્યું છે તેઓ તપ કરવાને ખરેખરા યોગ્ય લાયક ગણાય. તેને માટે કહ્યું છે કે
शान्तो दान्तो निरारंभ उपशान्तो जितेन्द्रियः । एतदाराधको ज्ञेयो विपरीतो विराधकः ॥
અર્થ – ક્ષમાવાન, ઇંદ્રિયોને દમનાર, પાપકર્મને નાશ કરનાર, સમતાવાળો, જિતેંદ્રિય ખરેખરો આરાધક છે અને તે તપના ખરા ફળને પામે છે. તેથી વિપરીત વર્તનારો વિરાધક છે.
વળી કહ્યું છે કે
—
सो अवो कायणो जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंद्रियहाणी, जेण जोगा न हायंति ॥
૫૧