________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
અર્થ – જે તપ કરવાથી મનમાં અશુભ વિચારો આવે નહિ અથવા મનમાં સમાધિ રહે અને ઇંદ્રિયોની હાનિ થાય નહિ, અથવા ઇંદ્રિયો પોતાનું કાર્ય કરી શકે તેમ જ યોગોની હાનિ થાય નહિ એવી રીતે તપ કરવો. તપનું પૂરેપૂરું ઉત્તમ ફળ મેળવવા માટે વિધિપૂર્વક તપ કરવું જોઈએ. તે માટે કહ્યું છે કે
यस्तपो विधिराम्नातो जिनैीतार्थ साधुभिः ।
तं तथा कुर्वतां सन्तु मनोवांच्छित सिद्धयः ॥ અર્થ – જિનેશ્વર ભગવંતોએ તથા ગીતાર્થ સાધુપુરુષોએ તપનો જે વિધિ કહ્યો છે તે વિધિપૂર્વક તપ કરનારને તપ-ઇચ્છિત આત્મસિદ્ધિ આપે. માટે વિધિપૂર્વક તપ કરવું જોઈએ.
એ પ્રમાણે શુદ્ધ મનથી ઉત્સાહપૂર્વક કરેલો તપનો મહિમા પણ મહાન છે. તપનો પ્રભાવ બતાવતા કહ્યું છે કે –
यद् दूरं दूराराध्यं यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यं तषां हि दुरातक्रमम् ॥ અર્થ – જે ઇચ્છલ વસ્તુ) દૂર હોય, જે (કાર્ય સાધવાનું) ઘણું મુશ્કેલ હોય, જે દૂર રહેલ હોય તે સર્વ (કાર્યો) તપ વડે સાધી શકાય છે. કારણ કે તપનો પ્રભાવ દુરતિક્રમ છે. (સાંસારિક કાર્યની સિદ્ધિ માટે આ કહેવામાં નથી આવ્યું તે ધ્યાનમાં રાખવું.) તપની મહત્તા બતાવતા કહ્યું છે કે –
अथिरं पि थिरं वंकंपि उज्जु । डुलहपि तह सुलहं।
दुसज्झपि सुसज्झं तवेण संपज्जए कज्जं ॥ અર્થ – તપના પ્રભાવથી અસ્થિર સ્થિર થાય છે, વક્ર સરળ થાય છે, દુર્લભ સુલભ થઈ જાય છે અને દુઃસાધ્ય સુસાધ્ય થઈ જાય છે.
વિશેષાર્થ – ૪ / શિર આત્મા સ્થિર. પદાર્થ છે પરંતુ કર્મબંધનથી અસ્થિર બનેલ છે. તપથી કર્મનાશ થવાથી આત્મા સ્થિરતા પ્રાપ્ત કરે છે.
વં પિ ૩ન્ગં અનાદિકાળથી આત્મા અનેક પ્રકારની સંજ્ઞાઓને વશ થઈને વર્તે છે. તે આત્માનું વક્રગમન છે. સર્વ સંજ્ઞામાં આહારસંજ્ઞાનું પ્રાબલ્ય અધિક છે. આહારથી શરીર બને છે. શરીરથી કર્મબંધ અને કર્મબંધથી સંસારભ્રમણ એ આત્માનું વક્રગમન છે. તપ આત્માને આહાર સંજ્ઞાથી અલગ કરે છે તેથી આત્માનું સરળ ગમન પણ થાય છે.