________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
શુદ્ધિ અને પવિત્રતા હોવી જોઈએ. એમ થવું ન જોઈએ કે, પ્રકટમાં વાણી દ્વારા બીજું કાંઈ કહે અને મનમાં દુર્ભાવના રાખે. જો આ પ્રમાણે મન અને વાણીમાં એકતા રાખવામાં ન આવે તો તપસ્વીનું તપ સાચું નથી. સાચું તપ તો તે જ છે, કે તપ દ્વારા મન શરદઋતુના ચન્દ્રમાં સમાન નિર્મલ થઈ જાય.
મનમાં જો રજોગુણ કે તમોગુણ હોય તો મન નિર્મલ રહી શકતું નથી. જ્યારે મન રજોગુણ કે તમોગુણમાંથી નીકળી જાય અથવા ત્રિગુણાતીત થઈ જાય ત્યારે સમજવું કે, તે સાચો તપસ્વી છે અને તેનું મન નિર્મળ છે. જ્યારે તપસ્વીનું મન ત્રિગુણાતીત થવાથી નિર્મળ થઈ જાય ત્યારે જ તપસ્વીઓનું તપ ફળે છે અર્થાત્ તે તપનું વ્યવદાન ફળ પ્રાપ્ત થાય છે.
જે પ્રમાણે ચન્દ્રમા શીતલતા આપે છે અને શીતલતા આપવામાં રાજા કે રંકનો ભેદ રાખતો નથી પણ બધાને સમાન માની પોતાનો સૌમ્ય પ્રકાશ બધાને આપે છે. તે જ પ્રમાણે જે મહાત્મા મનમાં કોઈના પ્રત્યે પણ ભેદ રાખતા નથી પણ બધાને શાન્તિ આપે છે, તે જ કર્મોને નષ્ટ કરી કર્મમુક્ત થાય છે. આ વિષે ગીતામાં પણ કહ્યું છે કે –
તપસ્વી મહાત્માઓ કાં તો સ્વાધ્યાયમાં કે કાં તો પરમાત્માના ધ્યાનમાં મશગૂલ રહે છે અથવા મૌન રહે છે. તેઓ વિશેષ બોલતા નથી અને જો બોલે છે તો તપને માટે જ બોલે છે, અર્થાત બીજાને નિર્ભય બનાવવા માટે જ બોલે છે. જેમકે ગર્દભાલિ મુનિ ધ્યાન – મૌનમાં હતા, પણ સંયતિ રાજાને ભયભીત જોઈ તેને નિર્ભય બનાવવા માટે તેઓ બોલ્યા હતા.
આ પ્રમાણે તપસ્વીઓ મનની ગતિને આત્માનો નિગ્રહ કરવામાં જ વાળે છે. બીજાં કામોમાં મનનો ઉપયોગ કરતા નથી. તપસ્વીઓના ભાવ ઉજ્જવલ હોય છે તેમનાં ભાવો મલિન હોતા નથી. મતલબ કે, જે તપ દ્વારા માનસિક વિશુદ્ધિ થાય તે જ સાચું તપ છે. કર્મની નિર્જરા કરવા માટે અર્થાતુ વ્યવદાન ફળને પ્રાપ્ત કરવા માટે તમને જીવનમાં સ્થાન આપો તો તેમ કરવામાં કલ્યાણ જ રહેલું છે.
જીવની ચાર ગતિ છે – (૧) નરક, (૨) તિર્યંચ, (૩) દેવ અને (૪) મનુષ્ય. તેમાં નારકીઓ તીવ્ર દુઃખે નિરંતર તણાયમાન રહે છે. તિર્યંચો વિવેકરહિત છે અને દેવો વિષયાસક્ત છે. એટલે એ ત્રણેય ગતિમાં ધર્મારાધન અસંભવિત છે. ફક્ત મનુષ્ય ભવમાં જ ધર્મ પ્રાપ્તિ, ધર્મારાધન સંભવિત છે.
મનુષ્ય પર્યાય(ભવ) અતિ દુર્લભ છે. મનુષ્યનું શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. માનવજીવન સુખ રહિત છે. મરણ સમય અનિશ્ચિત છે અને આયુષ્ય અલ્પ છે. તેથી અત્યારે જ્યારે બહુ પુણ્યના ઉદયથી માનવદેહ મળ્યો છે ત્યારે તેનો વગર વિલંબે, વગર પ્રમાદે સપયોગ કરી લેવો જોઈએ.
આ જીવનમાં કેવળ શારીરિક અને માનસિક દુઃખોની મુખ્યતા વર્તે છે. અરે, દુઃખની પરંપરા જ ચાલી રહી છે. આ સર્વ દુઃખોમાંથી છુટવાને માટે તપ એ શ્રેષ્ઠ સાધન છે.