________________
તપશ્ચર્યા
છતાં ઘણી વખત માણસને કામધંધાના અંગે અરધો કે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે ત્યારે તે ભૂખ સહન થઈ શકે છે. અરે, ત્યારે તો ભૂખ સહેલાઈથી અને ખુશીથી સહન કરવામાં આવે છે. પણ તપસ્યા માટે ભૂખ સહન કરવી આકરી લાગે છે ! એટલે એમાં ફક્ત મનની નબળાઈ સિવાય કાંઈ નથી.
પ્રકરણ ૧
વળી આ પંચમકાળમાં તો નાના તપનું પણ મોટું ફળ મળે છે. એટલે પંચમકાળને દોષ દેનારાએ તો ખરી રીતે પંચમકાળનું માહાત્મ્ય ગાવું જોઈએ કે ચોથા આરામાં જેની કાંઈ કિંમત ન ગણાય એવા નાના તપનું પણ પંચમકાળ મોટું ફળ અપાવે છે.
શ્રી પદ્મનંદી આચાર્યે તપથી કંટાળનારા માટે કહ્યું છે કે જેમ સમુદ્ર પાસે પાણીના એક બિંદુની કાંઈ ગણતરી નથી તેમ મિથ્યાત્વમાં કરવામાં આવતી કરણીને લીધે પરભવમાં જે અનંત દુઃખ સહન કરવું પડશે તેના પ્રમાણમાં અહિંના તપનું અલ્પ દુ:ખ કાંઈ હિસાબમાં નથી, માટે સમ્યક્ તપનું પાલન કરતાં બહારથી કાંઈ પણ પ્રતિકૂળતા આવે તેથી ખેદ પામવો નહિ. સમ્યક્ તપ જરાય દુઃખનું કારણ નથી પણ મોક્ષના સુખનું કારણ છે.
જૈન, બૌદ્ધ અને વૈદિક પરમ્પરામાં તપના સ્વરૂપનો ક્રમિક ઐતિહાસિક વિકાસ ઉપલબ્ધ થાય છે. પં. સુખલાલજી તપના સ્વરૂપના ઐતિહાસિક વિકાસના સંબંધમાં લખે છે કે “તપના સ્વરૂપનો સ્થૂળમાંથી સૂક્ષ્મની તરફ ક્રમશઃ વિકસિત થતો ગયો છે. તપોમાર્ગનો વિકાસ થતો ગયો અને તેના સ્થૂલ તથા સૂક્ષ્મમાર્ગને અનેક સાધકોએ અપનાવ્યો છે. તપોમાર્ગને પોતાના વિકાસમાં ચાર પ્રકારે વહેંચવામાં આવે છે. ૧. અવધૂત સાધના ૨. તાપસ સાધના ૩. તપસ્વી સાધના ૪. યોગ સાધના. જેનામાં ક્રમશઃ તપના સૂક્ષ્મ પ્રકારોનો ઉપયોગ થતો ગયા તેમ તે તપનું સ્વરૂપ બાહ્ય થી આભ્યાન્તર બનતું ગયુ. તપસાધના દેહદમનથી ચિત્તવૃત્તિના સંધન તરફ વધતી ગઈ. । 1 |
જૈન સાધના તપસ્વી તથા યોગસાધનાના રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે જ્યારે બૌદ્ધ તથા ગીતા આચારદર્શન યોગ સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે છતાં પણ તે બધા પોતાના વિકાસના મૂળ કેન્દ્રથી અલગ નથી. જૈન આગમ આચારાંગસૂત્રનું ધૂત આખ્યાન, બૌદ્ધ ગ્રન્થ વિરુદ્ધિમગ્ગનું ધૂતગનિહેસ અને હિન્દૂ સાધનાની અવધૂત ગીતા આ આચારદર્શનોમાં કોઈ એક જ મૂળ કેન્દ્ર તરફ ઇશારો કરે છે. જૈનસાધનાનો તપસ્વીમાર્ગ તાપસ માર્ગનું જ એક અહિંસક સંસ્કરણ છે. । 2 । બૌદ્ધ અને જૈન વિચારણામાં જે વિચાર ભેદ છે તેની પાછળ એક ઐતિહાસિક કારણ છે. જો મઝિમનિકાયના બુદ્ધના તે કથનનું ઐતિહાસિક મૂલ્યને સમજવામાં આવે તો જરૂર પ્રતિતી થશે કે બુદ્ધે પોતાના પ્રારંભિક
1. સમરદર્શી હરિભદ્ર, પૃ.૬૭
2. વહી, પૃ. ૬૭
૫૬