________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
અર્થ – જેનાથી શરીરમાં રહેલ રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં મજ્જા અને શુક્ર એ સાત ધાતુઓ તથા અશુભ કર્મો તપે, બળીને નાશ પામે તેને તપ કહે છે.
મનોનિગ્રહ કરવા અથવા ઇંદ્રિયો ઉપર વિજય મેળવવા માટે ઇચ્છાનો નિરોધ કરવામાં આવે તે ક્રિયાને તપ કહેવાય અને અશુભ કર્મો તપથી તપીને, બળીને ખરી જાય છે એટલે તપ એ આત્માને કર્મથી મુક્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
તપ એ કર્મરૂપી ઇંધનને ભસ્મ કરનારો પ્રચંડ અગ્નિ છે, શરીરની અંદરના તેમ જ મનની અંદરના કચરાને બાળી નાંખવાની શક્તિ ધરાવતો પ્રચંડ અગ્નિ છે, એટલે તપ એ કર્મની નિર્જરા માટે જ કરવો જોઈએ. બીજા કોઈ કારણ કે આશય માટે તપ કરવો ન જોઈએ. તપ નિર્જરાથી આત્મશુદ્ધિ કરવા માટે જ કરવાનો છે તેને બદલે બીજા કોઈ આશયથી કરવામાં આવે તો તપનું ફળ ઘણું ઓછું થઈ જાય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે –
“જસ્ટ સાસણિયો અપ્પા, સંજમે નિયમે તવે !
તસ્સ સામાઈલ” હોઈ, ઈઇ કેવલિભાસિયં ” ભાવાર્થ – જે સમભાવથી વર્તે છે તેનાં જ તપ-નિયમ સંયમ વગેરે સફળ છે. સમભાવ વિના તપ-નિયમાદિ સફળ થતા નથી. જો તપ કર્યું અને બીજાને કષ્ટ આપ્યું, સંયમ લીધો અને બીજાઓ ઉપર હકૂમત ચલાવી તો એ સમભાવરહિત તપ-સંયમ છે. તપ-સંયમની સાચી સફળતા ત્યારે જ મળે છે કે જયારે તપ-સંયમની સાથે સમભાવ હોય. શાસ્ત્રકારોએ કહ્યું છે કે –
निर्दोषं निर्निदानाख्यं तन्निर्जराप्रयोजनम् ।
चित्तोत्सहिन सबुद्धया तपनीर्थं तपः शुभम् ॥ અર્થ - દોષ રહિત તેમ જ નિયાણા રહિત એટલે કોઈ પણ સાંસારિક ફળની ઇચ્છા વિના ફકત કર્મની નિર્જરા કરવા માટે જ. ચિત્તની ઉત્સાહપૂર્વક અને સારી ભાવનાથી કરેલું તપ શુભ ગણાય છે.
એટલે તપ સાંસારિક લાભ મેળવવા માટે કે કોઈને નુકસાન કરવા કે વેર વાળવા માટે કરવો ન જોઈએ.
કેટલાક લોકો બીજાને કષ્ટ આપવા માટે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે પણ તપ કરે છે પણ આવા તપની ગણના આ તપમાં થઈ શકે નહિ. કારણ કે અહીં તપનું વર્ણન કરવામાં આવ્યું છે, તે તપ કર્મોને નષ્ટ કરવા માટે જ કરવા માટે જ કરવામાં આવે છે. વાસ્તવમાં સાચું તપ તો તે જ છે જે તપ બીજાઓને કષ્ટ આપવા માટે કરવામાં આવ્યું ન હોય પણ કર્મોની નિર્જરા કરવા