________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
(૩) ભાવના – એક વિષયના વિકલ્પને વારંવાર દોહરાવવામાં આવે છે. આત્મા ભિન્ન છે. શરીર ભિન્ન છે. આ પ્રકારના વિકલ્પ “અન્યત્વ અનુપ્રેક્ષા છે. આ વિકલ્પને વારંવાર યાદ કરવામાં આવે ત્યારે તે ભાવના બની જાય છે.
ચિંતન – અનેક વિષય, અનેક વિકલ્પ અનુપ્રેક્ષા – એક વિષય, અનેક વિકલ્પ ભાવના – એક વિષય, એક વિકલ્પની પુનરાવૃત્તિ.
ધ્યાન – એક વિષય એક વિકલ્પથી નિર્વિકલ્પ. તપ દ્વારા કર્મનો ક્ષય કરતા બહિરાત્મભાવમાંથી મુક્ત થતા થતા અંતરાત્મભાવમાં સ્થિર થાય છે અને જેમ જેમ સ્થિરતા આવતી જાય છે તેમ તેમ વિષય, કષાયો, વાસના વિગેરેથી મૂક્તિ મળી જાય છે.
તપ દ્વારા દ્રવ્ય અને ભાવ બન્ને રીતે લાભ થાય છે. દ્રવ્યથી શરીરની શુદ્ધિ થઈ જાય છે અને ભાવથી અધ્યાત્મિક ભાવની વૃદ્ધિ થાય છે. જે પરભાવમાં રમણતા હતી તે સ્વભાવમાં સ્થિર થઈ જાય છે. સ્વભાવમાં સ્થિરતા આવતા સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યક્દર્શન દ્વારા ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. આયુષ્ય કર્મ પૂર્ણ થતા બાકીના કર્મોનો પણ ક્ષય થઈ જાય છે અને મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરે છે.
તપાચારના બાર અતિચારનું સ્વરૂપ
શ્રી જિનેશ્વરે બાર પ્રકારે તપ પ્રરુપ્યો તે પરમ નિર્જરાનું કારણ છે. પણ તે ઇચ્છા નિરોધ કરીને; વિષ, ગરલ અને અન્યોન્ય અનુષ્ઠાન રહિત, માન પૂજારહિત, આજીવિકા હેતુ રહિત, પરલોકે દેવાદિકની પદવિના આશય રહિત, કષાય રહિત, ઉમંગ તથા સમતા સહિત પ્રસન્ન ચિત સહિત કર્મ ક્ષય નિમિત્તે કરે તે શુદ્ધ તપ કહીએ, તેના ભેદ બાર છે. માટે અતિચાર બાર બતાવ્યા છે :૧. અણસણ તપોતિચાર – ઉપવાસાદિક તપ કરીને પૂર્વ કરેલા આહાર યાદ કરે, ભક્ત કથા
કરે, આગલે દહાડે પારણાની ચિંતા કરે, મન ગ્લાન કરે, ઉપવાસ કઠણ થયો, આ શું કર્યું
એવો પશ્ચાતાપ કરે તે. ૨. ઉણોદરી તપ - પુરુષનો પુર્ણ આહાર બત્રીસ કોળીઆનો છે અને સ્ત્રીનો અઠ્ઠાવીસ કોળીઆનો
છે. તેમાંથી બે, ચાર, છ ઓછા લેતા તે ઉણોદરી તપ; પણ તેમાં વળી મોટા મોટા કોળીયા કરવા તે અતિચાર અથવા મોદક પ્રમુખ ચીકણા ખોરાકના થોડા કોળીયે તૃપ્તિ થાય, તેમાં એમ વિચારે કે મેં તો બત્રીસ કોળીયાને બદલે ચોવીસ લીધા એટલે આઠ ઓછા લીધા પણ
ભુખ તો તૃપ્ત થઈ ગઈ તો તે પણ અતિચાર. ૩. વૃત્તિ સંક્ષેપ :- વિવિધ પ્રકારના અભિગ્રહ ધારે, ચૌદ નિયમ ધારે અથવા આહારની ચીજોની