________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ધ્યાન રાખવું જોઈએ. માટે જ ઉપવાસ, ભિન્નાહાર અને રસ-પરિત્યાગ (સ્વાદિષ્ટ-રસદાર ભોજનનો ત્યાગ) બતાવવામાં આવ્યો છે. તપોયોગની સાધનાનું બીજુ સૂત્ર આસન અથવા કાયકલેશ –
શરીરમાં રહેલા ચૈતન્ય કેન્દ્રોને જાગૃત કરવા માટે આસનોનું ખૂબ જ મહત્વ છે. આસન કરવાવાળા માટે ચૈતન્યકેન્દ્રનું જ્ઞાન હોવું જરૂરી છે. એ જ્ઞાનના આધારે જ અનુકૂળ આસનોની પસંદગી કરવામાં આવે છે.
કાયકલેશ એટલે શરીરને દુઃખ આપવું તે નહી પરંતુ સાધનાના ઉદ્દેશની પૂર્તિ માટે શરીરની ક્ષમતાને વિકસિત કરવી તે છે. સૂર્યનો આતાપ કષ્ટદાયક જરૂર હોય છે પરંતુ તેનું પ્રયોજન તેજસ શક્તિને વધારવાનું છે. ઠંડી અને ગરમી સહન કરી શકાય એ પણ તેની પાછળનો વિશિષ્ટ દૃષ્ટિકોણછે. તપોયોગની સાધનાનું ત્રીજુ સૂત્ર છે - ઇન્દ્રિય સંયમ –
ઇન્દ્રિય સંયમની સાધના ત્રણ પ્રકારે કરવામાં આવે છે. (૧) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરે. (૨) આ ઇન્દ્રિયોના વિષયોનો ઉપયોગ કરતી વખતે આમાં રાગદ્વેષ ન કરે. માત્ર શબ્દ સાંભળે
પરંતુ તેમાં રાગદ્વેષ ન કરે આનાથી શ્રોતેન્દ્રિનું સંયમ સંધાય છે. આવી રીતે અન્ય ઇન્દ્રિયો
માટે પણ સમજવું. (૩) ઇન્દ્રિયોના વિષયોની સાથે જોડાયેલા મનને ભીતર લઈ જાય જેનાથી બહારના વિષયોનું
આકર્ષણ સહજ રીતે સમાપ્ત થઈ જશે. તપોયોગની સાધનાનું ચોથું સૂત્ર છે ધ્યાન –
જ્ઞાન અને ધ્યાન એક જ ચિત્તની બે અવસ્થા છે. ચિત્તની ચંચળ અવસ્થાને જ્ઞાન અને સ્થિર અવસ્થાને ધ્યાન કહેવામાં આવે છે. જે ચિત્ત ભિન્ન ભિન્ન અવલંબનોના આધારે રહેલો છે તે તેની જ્ઞાનાત્મક અવસ્થા છે. અને જે ચિત્ત એક જ આલંબન પર સ્થિર થઈ જાય છે તે તેની ધ્યાનાત્મક અવસ્થા છે. ચંચળ ચિત્તના ત્રણ રૂપ બને છે. ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના. A ચિંતન – અલગ અલગ વિષયોનો મુક્તભાવથી વિચાર કરવો. વિકલ્પો આવતા જાય છે અને નવા નવા વિષયોનો જન્મ થતો જાય છે.
B અનુપ્રેક્ષા – આ એક વિષય પર થવાવાળું ચિંતન છે. જેમકે કોઈ અનિત્યની અનુપ્રેક્ષા કરે છે ત્યારે તેને અનિત્ય પદાર્થના સ્વભાવનું ચિંતન થાય છે. એની ઊંડાઈ સુધી જવાય છે.