________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
તપ તો આચરણ દ્વારા જ અભિવ્યક્ત કરવામાં આવે છે. તેને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવો સંભવ જ નથી. તપ તો આત્માની છાયા છે. જેને વાક્યમાં પણ પ્રગટ કરી શકાતું નથી, લખી શકાતું નથી.
તપ કોઈ એક આચાર માટે નથી તે તો પ્રત્યેક જાગૃત આત્માની અનુભૂતિ છે. તેની અનુભૂતિ માત્રથી મનના ક્લેશો, વ્યસનાઓ, શિથિલ થવા લાગે છે. અહંકાર ઓગળવા લાગે છે. તૃષ્ણા અને કષાયોની અગ્નિતપની ઉષ્મા રૂપી પાણી પડતા જ નામશેષ થઈજાય છે. જડતા ક્ષીણ થઈ જાય છે. જેનાથી એક નવી જ અનુભૂતિ થાય છે. શબ્દ અને ભાષા મૌન થઈ જાય છે. એનું આચરણ જ બોલવા લાગી જાય છે.
તપનો આજ જીવન્ત અને જાગૃત શાશ્વત સ્વરૂપ છે.જે સાર્વજનિક અને સાર્વકાલિક છે. બધી જ સાધના પદ્ધતિઓ આને માનીને ચાલે છે અને પોતાના સાધકોના દેશ, કાળ અને રુચિ અનુસાર આના કોઈક એક દરવાજા દ્વારા તેમને તપના આ ભવ્ય મહેલની અંદર લાવવાનો પ્રયાસ કરે છે. જ્યાં સાધક પોતાના પરમાત્મા સ્વરૂપનું દર્શન કરે છે. આત્મા સાક્ષાત્કાર થાય છે. તપ એક એવો પ્રશસ્ત યોગ છે. જે આત્માને પરમાત્માથી જોડી દે છે. તેનામાં પરિવર્તન કરાવી પરમાત્મા સ્વરૂપ બનાવી દે છે.
आत्मनि इति अध्यात्म् अधि + आत्मन् = અધ્યાત્મ ‘આત્મ' શબ્દથી સ્વ, સ્વયં, દેહી, શરીરી, નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ, અવિનાશીતત્ત્વ, સંબંધિત વિચાર ‘અધ્યાત્મ’ છે.
અધ્યાત્મ માટે અલગ અલગ વિચારો દર્શાવવામાં આવ્યા છે
स्वतः संबंधी देह तथा व्यष्टि संबंधी ज्ञान ।
अयाध्यात्मम् । प्राणो व्यानोऽपान उवान समानः ॥ (તૈતરીય ઉપનિષદ - ૧-૧-૧)
અધ્યાત્મ આ છે. પ્રાણ, ત્યાગ, અપાન, ઉદાન, સમાન, ચક્ષુ, ક્ષોત્ર, મન, વાણી, ત્વચા, ચામડી, માંસ, સ્નાયુ, અસ્થિ અને મજ્જા.
અધ્યાત્મમાં જેનો વિચાર હોય છે તે સ્થૂળ અને સૂક્ષ્મ પદાર્થોની ગણત્રી કરે છે. જેને જાણવું તે અધ્યાત્મ છે.
ऋचा अक्षरे परमे व्योमन् अस्मिन देवा अधिविश्वेनिषेधुः ।
चस्तन वेप किमूचा करिष्यति य इत् तव् विदुस्ते अमे समासते ॥ (ઋકસંહિતા ૧-૧૬૪-૩૯) આકાશ સમાન વ્યાપક અક્ષરબ્રહ્મ (અવિનાશી આત્મતત્વ) અને જેમાં સંપૂર્ણ દેવગણ (ઇંન્દ્રિયગણ અને નક્ષત્ર-તારાગણ, વિરાટ-વિશ્વ) સ્થિત છે. એવા વિશ્વરૂપ પરમાત્માને જે નથી જાણતો ને માત્ર વેદમંત્રોના પઠનથી શું કરશે ?
એટલે કે અક્ષર બ્રહ્મનું પ્રત્યક્ષ યથાર્થ દર્શન જ અધ્યાત્મ છે.
૪૧