________________
તપશ્ચર્યા
આવી રીતે દરેક ધર્મના દર્શનકારોએ, અલગ-અલગ રીતે, ધર્મની વ્યાખ્યા કરી છે. જ્ઞાનીઓ સમજતા હતા કે દરેકની ચાહના અલગ-અલગ છે. બધાને એક જ વસ્તુ નહિ ગમે. દરેકના રસરૂચિ અલગ-અલગ જાણીને અલગ-અલગ પ્રકારની આરાધનાઓ બતાવી છે. એ વિવિધ આરાધનાઓમાંથી તપધર્મ નિષ્પન્ન થાય છે. આ તપધર્મને દરેક ધર્મના દર્શનકારોએ સ્વીકારેલ છે.
પ્રકરણ ૧
તપની વ્યાખ્યા ભુતપત્તિની રીતે કરીએ તો
(ઉત્તરાધ્યયન સૂત્ર ટીકા
तापयति अष्ट प्रकारं कर्म - इति तपः । અ-૨, પૃ. ૫૮) જે આઠ પ્રકારના કર્મોને તપાવે અને ખપાવવામાં સમર્થ હોય એને તપ કહેવામાં આવે છે.
તપ ફક્ત આપણી આધ્યાત્મિક સાધના માટે નહિ. પરંતુ સંપૂર્ણ જીવજગતનું પ્રાણતત્ત્વ છે. તપ વગર મનુષ્યનું જીવન યોગ્ય નથી. તપ જીવનની ઊર્જા છે. સૃષ્ટિનું મૂળ ચક્ર છે. સેવા, સહયોગ, તિતિક્ષા, સ્વાધ્યાય, આદાન-પ્રદાન અને ભોજનવિવેક આ, તપના અંગ છે, તો શું આ જીવનના અંગ નથી ? માટે જ કહ્યું છે કે તપ જ જીવન છે. તપથી જ મનુષ્ય જીવન જીવવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે.
-
તપનો મહિમા ભારતીય ધર્મોમાં તો છે જ, પરંતુ વિશ્વના પ્રત્યેક ધર્મમાં તપ-ત્યાગની વાત સ્વીકારી છે.
ભારતીય સાધના સહસ્ત્રધારા તીર્થ છે. સાધનાનો વિરાટ અને વ્યાપક માર્ગ જે અહી મળે છે એવો બીજે ક્યાંય મળતો નથી ? ભારતીયોના જીવનનો પ્રત્યેક શ્વાસ સાધનાનો શ્વાસ હોય છે. પ્રત્યેક ચરણ સાધનાના ચરણ હોય છે. તપ એ ભારતીય સાધનાનો પ્રાણ છે.
તપની વ્યાખ્યા કરતા ભાવવિજયજી કહે છે કે,
मलं स्वर्गगतं वहिनर्हसः क्षीरगतं जलम् ।
યથા પૃથરોત્યેવું, નન્તો : ર્મમાં તપઃ ।। શ્લોક ૪૫ (સુભાષિત પદ્ય રત્નાકર ભાગ-૨)
જેમ સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ અલગ કરે છે, દૂધમાં રહેલા જળને જેમ હંસ જુદું પાડે છે, તેમ તપ જીવનમાં કર્મરૂપ મેલને જુદા પાડી દે છે.
માટે જ તપ જ્વાલા પણ છે, જ્યોતિ પણ છે. જ્વાળાનો અર્થ એટલા માટે છે કે મનના વિકારો ને તપ બાળીને ભસ્મ કરી દે છે અને જ્યોતિ અર્થ એટલા માટે કે અન્તર્મનના અંધકારને નષ્ટ કરી એક દિવ્ય પ્રકાશ જગમગાવી દે છે.
તપ નિગ્રહ નહિ અભિગ્રહ છે. તપ દમન નહિ શમન છે. તપ વગર પાણીએ અંતરંગ સ્નાન કરાવે છે. જેનાથી જીવન પરના વિકારો રૂપી મેલના કણ-કણ ધોઈને સાફ કરી દે છે.
૩૯
દેહપિડન કે આત્મનિયંત્રણ સહિતનું તપ જ જ્ઞાન સમન્વિત તપ છે. જે તપમાં સમત્વની સાધના નથી, ભેદ વિજ્ઞાનનું જ્ઞાન નથી એવા દેહ દંડ રૂપ તપ ને જૈન દર્શનમાં અકામ તપ કહ્યો છે. ગીતા