________________
તપશ્ચર્યા
પણ જ્ઞાન અને તપને સાથે સાથે જુએ છે. બુદ્ધ અને ભગવાન મહાવીરે અજ્ઞાન તપની નિંદા સમાન રૂપથી કહી છે.
તપ અને મૂલ્યાંકન :
તપ શબ્દ અનેક અર્થમાં ભારતીય પ્રચાર દર્શનમાં પ્રયુક્ત થયેલો છે. જ્યાં સુધી આપણે એની મર્યાદાઓ નક્કી નહિ કરી લઈએ ત્યાં સુધી એનું મૂલ્યાંકન કરવું કઠીન છે. તપ શબ્દ એક અર્થમાં ત્યાગની ભાવના બતાવે છે. ત્યાગ ભલે પોતાનો સ્વાર્થ તથા હિતોનો ત્યાગ હોય અથવા ભલે ને વ્યક્તિગત સુખોપલબ્ધિઓનો ત્યાગ હોય છતાં એને તપ કહેવામાં આવે છે.
પ્રકરણ ૧
તપ કેવળ વિસર્જનાત્મક મૂલ્ય નથી પણ સર્જનાત્મક મૂલ્ય પણ છે. વૈદિક પરંપરામાં તપ ને લોકકલ્યાણનું વિધાન કરવાવાળુ માન્યુ છે. ગીતામાં લોકસંગ્રહ પણ કહે છે. જૈનદર્શનમાં વૈયાવચ્ચ અથવા તો સંઘ સેવા કહે છે. બૌદ્ધમાં બહુજનહિતાય બહુજન સુખાયનો નારો આપે છે.
તપ સર્જનાત્મક પક્ષમાં આત્મોપલબ્ધિ છે. સ્વોપલબ્ધિ છે. એટલા માટે તપસ્વીનું આત્મકલ્યાણ અને લોકકલ્યાણ પરસ્પર વિરોધી ન થતા એકરૂપ બનીને આત્મકલ્યાણમાં લોકકલ્યાણ બને છે અને લોકકલ્યાણ જ આત્મકલ્યાણ બને છે.
તપ ભલે ને ઈન્દ્રિય સંયમ હોય, ચિત્ત નિરોધ હોય, લોક કલ્યાણ અથવા બહુજન હિત હોય તેના મહત્ત્વને ના કહી શકાતી નથી. લોક કલ્યાણ તથા આત્મકલ્યાણ જીવન તથા સમાજ માટે મહત્ત્વના છે.
ડૉ. ગુરૂ આદિ કેટલાક પાશ્ચાત્ય વિચારકોએ તપશ્ચર્યા શબ્દને આત્મનિયંત્રણ (Self torture) અથવા સ્વપીડનના રૂપમાં જોયો છે. એમાં પણ જૈનદર્શનમાં વિશેષ છણાવટ કરવામાં આવી છે. (૧) એક સામાન્ય નિયમ છે કે સુખ સાધનોની ઉપલબ્ધિ માટે કાં ને કાંઈ દુઃખ તો ઉઠાવવું જ પડે છે તો પછી આત્મ સુખોપલબ્ધિ માટે કોઈ કષ્ટ ઉઠાવવું ન પડે એ કેવી રીતે શક્ય બને? (૨) બીજા સ્વયંને કષ્ટપ્રદ સ્થિતિમાં નાખીને પોતાના સમભાવનો અભ્યાસ કરવો.
(૩)
ત્રીજાનું એમ કહેવું છે કે હું ચૈતન્ય છું, શરીર જડ છે. પરંતુ શરીર અને આત્માની વચ્ચે, જડ અને ચૈતન્યની વચ્ચે, પુરુષ અને પ્રકૃતિની વચ્ચે, સત્ બ્રહ્મ અને મિથ્યા જગતની વચ્ચે અનુભવાત્મક ભેદવિજ્ઞાનરૂપ સમ્યક્ત્તાનની આવશ્યકતા છે. તેની સાચી કસોટી તો આત્મનિયંત્રણની પ્રણાલિકા છે. દેહ દંડ એ અગ્નિ પરીક્ષા છે. જેમાં આપણે પોતાના ભેદ જ્ઞાનની નિષ્ઠાનુ સત્ય પરિક્ષણ કરી શકીએ છીએ.
इन्द्रियाण्येव संयम्य तपो भवति नान्यया ॥ |१| ઇન્દ્રિયો આદિના સંયમ તેને તપ કહેવામાં આવે છે.
૪૦