________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
કરવાવાળા (૪) ચોથા એ છે કે જે આત્મનીય પણ નથી અને પરનીય પણ નથી એટલે કે પોતાને પણ કષ્ટ નથી આપતા અને બીજાને પણ કષ્ટ નથી આપતા. । 1 |
જૈન અને ગીતાની જેમ બૌદ્ધ તપની આરાધના પણ વધારે મળતી આવે છે.
(૧) બૌદ્ધભિક્ષુઓ માટે અતિ ભોજન વર્જિત છે. સાથે સાથે ફક્ત એક જ વખત ભોજનનો આદેશ આપવામાં આવ્યો છે જે જૈનોની ઉણોદરીને કે અનશનને મળતું આવે છે. (૨) બૌદ્ધ ભિક્ષુઓ માટે રસાસક્તિનો નિષેધ કરવામાં આવ્યો છે. (૩) બૌદ્ધ સાધનામાં વિભિન્ન સુખાસનોની સાધનાનું વિધાન મળે છે. આજેપણ આસનોની સાધના તથા ઠંડી અને ગરમી સહન કરવાની ધારણા મળે છે. (૪) ભિક્ષાચર્યા માટે જૈન અને બૌદ્ધ બન્નેનો આચાર-પ્રણાલિકામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આજે પણ ભીક્ષામાં કઠોર નિયમો જૈન શાસનમાં વધારે છે. (પ) વિવિક્ત શયનાસન તપનો પણ બૌદ્ધ વિચારણામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. બૌદ્ધ આગમોમાં પણ જંગલમાં રહેવું, ઝાડનીચે નિવાસ કરવો, સ્મશાનમાં નિવાસ કરવો, ધુતંગ ભિક્ષુઓની પ્રશંસા કરવામાં આવી છે. (૬) પ્રાયશ્ચિત બૌદ્ધ આગમોમાં પ્રવારણા (૭) વિનય (૮) વૈયાવચ્ચ-સેવા (૯) સ્વાધ્યાય (૧૦) ધ્યાન અને (૧૧) કાયોત્સર્ગ બૌદ્ધ અને જૈન વિચારણામાં સમાન અર્થમાં તથા લગભગ સમાન રૂપોમાં સ્વીકાર કર્યો છે. આ બધાને જીવનમાં સ્થાન આપવાનો આગ્રહ બુદ્ધ પણ મહાવીરની જેમ જ કરે છે.
તપ એક મુલ્યાંકન –
તપ શબ્દ અનેક અર્થમાં ભારતીય પ્રચાર દર્શનમાં પ્રયુક્ત થયેલો છે. જ્યાં સુધી આપણે એની મર્યાદાઓ નક્કી નહી કરી લઈએ ત્યાં સુધી એનું મુલ્યાંકન કરવું કઠિન છે. તપ શબ્દ એક અર્થમાં ત્યાગની ભાવના બતાવે છે. ત્યાગ, ભલે પોતાનો સ્વાર્થ તથા હિતોનો ત્યાગ હોય અથવા ભલેને વ્યક્તિગત સુખોપલબ્ધિઓનો ત્યાગ હોય છતાં એને તપ કહેવામાં આવે છે.
તપનું કેવળ વિસર્જનાત્મક મૂલ્ય નથી પણ સર્જનાત્મક મુલ્ય પણ છે. વૈદિક પરંપરામાં તપને લોકકલ્યાણનું વિધાન કરવાવાળુ માન્યું છે. ગીતામાં જેને લોકસંગ્રહ પણ કહે છે. જૈનદર્શનમાં વૈયાવચ્ચ અથવા તો સંઘસેવા કહે છે. બૌદ્ધમાં “બહુજનહિતાય બહુજન સુખાયનો નારો” આપવામાં આવેલ છે.
તપ સર્જનાત્મક પક્ષમાં આત્મોપલબ્ધિ છે, સ્વોપલબ્ધિ છે એટલા માટે તપસ્વીનું આત્મકલ્યાણ અને લોકકલ્યાણ પરસ્પર વિરોધી ન થતાં એકરૂપ બનીને આત્મકલ્યાણ; લોકકલ્યાણ બને છે અને લોકકલ્યાણ જ આત્મકલ્યાણ બને છે.
તપ ભલેને ઇન્દ્રિય સંયમ હોય; ચિત્ત નિરોધ હોય, લોકકલ્યાણ અથવા બહુજન હિત હોય તેના મહત્વને ઓછું કરી શકાતું નથી. લોકકલ્યાણ તથા આત્મકલ્યાણ જીવન તથા સમાજ માટે મહત્ત્વના છે.
1. મઝિમનિકાય કેન્દસ્ક સૂત્ર (ભગવાન બુદ્ધ પૃ.૨૨૦)
૨૯