________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
“સ્વયં બુદ્ધ પણ સારી પુત્ર પાસે પોતે કરેલી કઠણ તપશ્ચર્યાનું વિસ્તૃત વર્ણન કરેલું હતું.”4 ||
“બુદ્ધ બિબિંસાર રાજાને (શ્રેણિક) કહે છે કે હવે હું તપશ્ચર્યા માટે જઈ રહ્યો છું એ જ માર્ગમાં મારુ મન રમે છે.” || 5 ||
આ વિધાન ઉપરથી જ ખ્યાલ આવે છે કે બુદ્ધના જીવનની તપ સાધનાની સાક્ષી પુરે છે. બુદ્ધને માત્ર અજ્ઞાનયુક્ત દેહને દંડ આપવાની તપ સાધના સ્વીકાર્ય નથી. પરંતુ જ્ઞાનસહિતની તપ સાધના સ્વીકાર્ય હતી.
ડૉ. રાધાકૃષ્ણનનું કહેવું છે કે બુદ્ધે કઠોર તપશ્ચર્યાની આલોચના કરી છે તો પણ આશ્ચર્યજનક એ છે કે બૌદ્ધ શ્રમણોનું અનુશાસન કોઈપણ બ્રાહ્મણ ગ્રન્થમાં વર્ણિત અનુશાસનથી (તપશ્ચર્યા) કઠોર છે. આજે પણ બૌદ્ધમાં સૈદ્ધાંતિક દ્રષ્ટિથી નિવાર્ણની ઉપલબ્ધિ તપશ્ચર્યાના અભાવમાં પણ સંભવ માને છે તો પણ વ્યવહારમાં તપ તેમના અનુસાર આવશ્યક પ્રતીત થાય છે. || 6 |
બુદ્ધના પરિનિવાર્ણ પછી પણ બૌદ્ધ ભિક્ષુઓ જંગલમાં રહીને વિવિધ તપશ્ચર્યા કરતા હતા અને તે ભિક્ષુઓનું મહત્ત્વ પણ ઘણું હતુ. હિન્દુ સાધનામાં તપનું વર્ગીકરણ –
પ્રથમ સ્વરૂપની દ્રષ્ટિથી ગીતાકાર તપના ત્રણ પ્રકાર બતાવે છે. (૧) શારીરિક (૨) વાચિક (૩) માનસિક 7 / (૧) શારીરિક તપ – શારીરિક તપ આ પ્રમાણે છે (૧) દેવસ દ્વિજ, ગુરુજન અને જ્ઞાનીજનનોનું પૂજન
(સત્કાર તથા સેવા) કરવું (૨) પવિત્રતા (શરીરની પવિત્રતા તથા આચરણની પવિત્રતા)
(૩)સરળતા (૪) બ્રહ્મચર્ય (૫) અહિંસાનું પાલન (૨) વાચિક તપ – વાચિક તપ આ પ્રમાણે છે. ક્રોધ ન કરવો તથા શાન્તિપ્રિય, હિતકારક, યથાર્થ
બોલવું, સ્વાધ્યાય તથા અભ્યાસ આ ત્રણ પ્રકાર બતાવે છે. (૩) માનસિક તપ – મનની પ્રસન્નતા, શાંતભાવ, મૌન, મનોનિગ્રહ અને ભાવશુદ્ધિ. તપની શુદ્ધતા તથા નૈતિક જીવનમાં તેના આચરણની દ્રષ્ટિથી તપના ત્રણ સ્તર ગીતામાં બતાવ્યા છે. (૧) સાત્વિક તપ (૨) રાજસ તપ (૩) તામસ તપ | 1 ||
4. મહાસિંહનાથ સુત્ત 5. પવન્ધાસુત્ત-સુત્તનિપાત 6. Indian Philosophy P.436 Vol-1 7. ગીતા અધ્યાય - ૧૭ શ્લોક-૧૪, ૧૫, ૧૬ 1. ગીતા અધ્યાય - ૧૭ શ્લોક-૧૦, ૧૮, ૧૯