________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ભારતીય નૈતિક જીવન અથવા આચાર દર્શનમાં તપના મહત્વને વધારે સ્પષ્ટ કરવા માટે કાકા કાલેલકરના કથનની વાત બતાવતા કહે છે કે બુદ્ધકાલિન ભિક્ષુઓની તપશ્ચર્યાના પરિણામસ્વરુપ અશોકના સામ્રાજયનો તથા મૌર્ય(કાલીન) સંસ્કૃતિનો વિસ્તાર થયો છે. શંકરાચાર્યની તપસ્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું તેમજ મહાવીરની તપશ્ચર્યાથી અહિંસા ધર્મનો પ્રચાર થયો. // 2 ||
આતો ભૂતકાળની વાત છે પરંતુ વર્તમાનકાળમાં પણ જીવન્ત હોય તો તે ગાંધીજી અને અન્ય ભારતીય નેતાઓનું તપોમય જીવન, જેમણે અહિંસક ક્રાન્તિના આધારે દેશને સ્વતંત્રતા આપી માટે તપોમય જીવન પ્રણાલિકા જ ભારતીય નૈતિકતાનું જાજવલ્યમાન પાસું છે (અને એના વિના ભારતીય આચાર દર્શનને જૈન, બૌદ્ધ અથવા હિન્દુ આચાર દર્શન હોય.) સામાન્ય તપથી સમજાતું નથી એના માટે તપનું મહત્વ, લક્ષ્ય, પ્રયોજન તથા સ્વરૂપના સંબંધમાં વિભિન્ન ભારતીય સાધના પદ્ધતિને દષ્ટિકોણથી જોઈ તેનું સમીક્ષાત્મક દૃષ્ટિથી મુલ્યાંકન કરવાનો પ્રયાસ કરીશું. જૈન સાધના પદ્ધતિમાં તપનું સ્થાન
જૈન તીર્થકરો તથા વિશેષ કરીને મહાવીર સ્વામીનું જીવન જ જૈન સાધનામાં તપમય જોવા મળે છે. મહાવીર સ્વામીના સાધનામય જીવનમાં સાડા બાર વર્ષમાં લગભગ અગિયાર વર્ષનો સમય તો તેમના નિરાહાર ઉપવાસ સમયનો યોગ હતો. મહાવીર સ્વામીનો સમગ્ર સાધનાકાળ સ્વાધ્યાય, આત્મચિંતન, ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાથી યુક્ત હતો. એમનું જીવન જ પ્રેરણામય હતું. આજ પ્રેરણાને ઝીલીને આજે પણ હજારો લોકો ૮, ૧૬, ૩૦, ૬૦ ઉપવાસ તથા વર્ષીતપ, ધર્મચક્ર, સિદ્ધિતપ, શ્રેણિતપ આદિ કઠોરમાં કઠોર તપશ્ચર્યા કરીને જીવનને પાવન-પવિત્ર બનાવી રહ્યા છે.
જૈન સાધના સમન્વયોગની સાધના છે અને આ સમત્વયોગ સમદૃષ્ટિથી જ આચરણના વ્યવહારિક ક્ષેત્રમાં અહિંસા બની જાય છે અને આજ અહિંસા નિષેધાત્મક સાધના ક્ષેત્રમાં સંયમ કહેવાય છે અને સંયમ ક્રિયાત્મકતા છે. અહિંસા સંયમ અને તપ સાથે મળીને જ ધર્મના સમગ્ર સ્વરૂપની ઓળખ બતાવે છે. સંયમ અને તપ એ અહિંસાની બે પાંખ છે. જેના વિના અહિંસાની ગતિ તથા વિકાસ અવરોધાઈ જાય છે. અહિંસા ચેતના કુંઠિત થઈ જાય છે અને અહિંસા ઉદ્દેશ મૃતપ્રાણ બની જાય છે.
હિન્દુ સાધના પદ્ધતિમાં તપનું સ્થાન વૈદિક ઋષિ તપની પરિભાષા સમજાવતા શબ્દોમાં ઉદઘોષ કરતા કહે છે કે તર્થવ વેવા–પયત સા પ્રતિ કિલો . (મનુસ્મૃતિ - ૧૧/૨૪૩) તપસ્યાથી જ વેદની ઉત્પત્તિ થઈ છે. ઋતું સત્ય વાનીધ્યારૂપસોડધ્યાશાયત | (ઋગ્યેદ – ૧૦/૧૯૦/૧)
તપસ્યાથી જ ઋતુ અને સત્ય ઉત્પન્ન થાય છે. 2. જીવન સાહિત્ય - દ્વિતીય ભાગ- પૃ.૧૯૭-૧૯૮
(૨)