________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
(૮) ખાનદાની અને ધર્મની વિરૂદ્ધ, અશુદ્ધ-અપાચ્ય ભોજન કરવું. (૯) સંયમી જીવનને ખતમ કરવું, અસંયમી, દુરાચારી, વ્યભિચારી કુકર્મ જીવનનો માલિક બનવાવાળો
મન-વચન-કાયાથી રોગષ્ટિ બની જાય છે. - સારાંશ એ છે કે ખાન-પાન, રહેણી-કરણી, વ્યાપાર, વ્યવહાર તથા ભોગવિલાસમાં અસંયમી આત્મા રોગી છે, મહારોગી છે, દુઃખી છે, મહાદુઃખી છે અને દેવદુર્લભ મનુષ્યાવતારને બગાડીને પરમાત્માનો, આત્માનો, ખાનદાનનો દ્રોહી બનીને મરીને તે તામસર્વે મથાંછાન્તિ' આ ઉક્તિ અનુસાર દુર્ગતિનો માલિક બને છે.
રોગોત્પત્તિમાં બીજું કારણ પૂર્વભવના અસાતવેદનીય કર્મ છે. જેના ઉદયમાં ગર્ભમાં જીવ, નાની ઉમરનો બાળક તથા સંયમ જીવી આત્મા પણ રોગગ્રસ્ત બને છે. કારણ કે પ્રહસ્થ જીવનની મર્યાદાને તોડીને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહના સેવનથી ઉપાર્જિત અસાતાવેદનીય કર્મને ભોગવવું એ દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. માટે જ કહ્યું છે કે –
સર્વેનીવાસ્તપોધર્મ સ્વી?”
સર્વ જીવોએ તપોધર્મ સ્વીકારવો જોઈએ : અહીં જોઈ શકાય છે કે પાપને આવવાના કારણો બંધ થાય છે. એટલે આશ્રવ દ્વાર બંધ થઈ સંવરની પ્રાપ્તિ થાય છે અને જીર્ણ કર્મો ખરી પડે છે. તેથી નિર્જરા પણ થાય છે.
तदेव तपः क-वयं, देन मनोऽमंगुलं न चिन्तयति सोहु तवो कायव्वणो जेए मणोमंगलम् न चितेइ येन न इन्द्रियहानि येन योगा न हीयन्ते
जेए न इंदियहाणी जेए जोगा न हायंति મન અમંગલ ચિંતન ન કરે, મનના અધ્યવસાય બગડે નહિ, ઇંદ્રિયોની તેમજ યોગની પણ હાનિ ન થાય અર્થાત્ પ્રમાર્જન, લેખન, શુદ્ધ ઉપદેશનું દાન, શુભધ્યાન, સ્વાધ્યાય વગેરે સંયમનાં વ્યાપારરૂપ ઉપયોગોને અલન ન પહોંચે, જેથી શરીરમાં પીડા થવા ન પામે અને જ્યાંથી માંસ રૂધિર નાશ ન પામે તેમજ તેનાથી નવા ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તેનું નામ તપશ્ચર્યા છે.
જો આ વ્યાખ્યા પવિત્ર બુદ્ધિથી સમજાય તો જૈનશાસ્ત્ર કથિત તપને દુઃખરૂપ માનવાનો કદાગ્રહ નહીં રહે. આ સિવાય જૈન શાસ્ત્રનું એક કથન છે કે અગમ્ય પ્રસિદ્ધિ સર્વએ કરેલી તપશ્ચર્યા તે કોઈપણ કર્મના ઉદય રૂપે નથી એટલે તેને ઔદયિક ભાવરૂપ શાસ્ત્ર માનતું નથી પણ ફાયોપથમિક ભાવરૂપ છે. એમ શાનીઓનું માનવું છે. એટલે સમ્યકત્વ જ્ઞાન, સંવેગ વગેરે ક્ષાયોપથમિક ગુણો જ્યાં અનુભવાય છે ત્યાં શાંતિનો પણ અનુભવ થાય છે.