________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
હોઈ શકે છે પરંતુ પીડાની અનુભૂતિ નહિ. પીડા શરીરનો ધર્મ છે. જ્યારે અનુભૂતિ આત્માનો..તપનો આત્માનો આનંદ છે. એ જીવનની કિંમતી ક્ષણનો નાશ નથી કરતો પરંતુ તપ દ્વારા જીવનની કિંમતનો ખ્યાલ આવે છે.
તપને નિષેધાત્મક દૃષ્ટિથી જોશો તો તૃષ્ણા, રાગ, દ્વેષ આદિ ચિત્તની સમસ્ત અકુશળ, અશુભ વૃત્તિઓનું નિવારણ તથા વિધનાત્મક દૃષ્ટિથી બધી કુશળ, શુભ વૃત્તિઓ તથા ક્રિયાઓની આરાધનાનું સંપાદન કરવું તેને તપ કહેવામાં આવે છે.
ભારતીય ઋષિઓએ હંમેશા તપને વિરાટ સ્વરૂપમાં જ જોયો છે. અહીં તો શ્રદ્ધા, જ્ઞાન, અહિંસા, બ્રહ્મચર્ય, આર્જવ, માર્દવ, ક્ષમા, સંયમ, સમાધિ, સત્ય, સ્વાધ્યાય, અધ્યયન, સેવા, સત્કાર આદિ બધા ગુણોને તપ માનવામાં આવ્યું છે.
આચાર્ય આનસેને પણ કહ્યું છે કે સર્વે–પિ તપોયોગ, પ્રીત... બધા સાધનોમાં તપયોગ પ્રશસ્ત છે. તપ અને મનોબળ
મનુષ્ય જીવનની વિવિધ સાધનાઓમાં તપનું અત્યન્ત મહત્વ છે. તપની સાધના ફક્ત મનુષ્ય જ કરી શકે છે. અન્ય જીવો માટે આ સંભવ નથી કારણ કે તપમાં તાપ હોય છે અને આ તાપ બાહ્ય ન રહેતા આંતરિક હોય છે. પશુ-પક્ષી પણ કુદરતી તાપને સહન કરી લે છે પણ પોતાના અંદરના તાપને સહન નથી કરી શકતા. હાથી સહુથી મોટું જનાવર છે. શરીર અને શક્તિમાં પણ ચડિયાતુ છે. પરંતુ જો અંદરથી તાવ (જવર) આવી જાય તો તે તાપને સહન નથી કરી શકતો અને પરિણામે મૃત્યુ પામે છે. આનો અર્થ એ છે કે અંદરનો તાપ બહાર કરતા પણ વધારે હોય છે માટે એક માત્ર મનુષ્ય જ એવો છે કે અંદરના તાપનો સંયમ કરી શકે છે અને વિજય પણ મેળવી શકે છે ને વશ પણ કરી શકે છે.
તપ એક આધ્યાત્મિક શબ્દ છે. એટલે એને સમજવા માટે સમજાવવા માટેના અલગ અલગ દૃષ્ટિકોણ છે અને એટલા માટે તપના અનેક ભેદ છે. કોઈ વ્રતો ને તપ કહે છે, કોઈ ઇન્દ્રિય સંયમને તપ કહે છે. કોઈ આધ્યાત્મિક નિયમોના પાલનને તપ કહે છે. કોઈ કર્મ સંતાપને દૂર કરવાવાળા આચરણને તપ કહે છે. શબ્દકોષ અનુસાર તપનો અર્થ ગીષ્મ ઋતુ, સંતાપ અને તપસ્યા આદિ છે. ખરેખર તો પ્રાકૃતિક દુઃખી બાધાઓને શાન્તિપૂર્વક સહન કરવું. અને આત્મનિટ રહેવું તેનું નામ તપ છે.
તપ સાધનાનું મોટું અંગ છે:– આ અંગ ત્રણ પ્રકારે છે અને ત્રણ પ્રકારની સાધના પૂર્ણ થતાં મનુષ્ય યોગી બની જાય છે. સંસારની કુદરતી શક્તિ કરતા પણ અનન્ત ગણી શક્તિ આ મનુષ્ય શરીરમાં રહેલા આત્મામાં છે પરંતુ માણસોને ખબર જ નથી અને કોઈ જાણકારી પણ નથી. જ્યારથી તે પોતાની શક્તિને સારી રીતે જાણવા લાગી જાય છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં સમર્થ બની જાય છે. સંસારના બે જ માર્ગ આપણી સામે છે. શ્રેય અને પ્રેય. શ્રેય આધ્યાત્મિકત્વની પ્રાપ્તિનો દ્યોતક છે અને પ્રેય લૌકિક
(૩૧)