________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
હર્યુંભર્યું ને નવપલ્લવિત કર્યું છે. ધર્મ જ આજ લગી જગતના દુઃખો, યાતનાઓ અને વેરઝેરથી અંધકારમય બની ગયેલા તથા નાસીપાસ થયેલા માનવીના ભાવિ જીનમાં સથવારો પૂરો પાડી તેના જીવનને પ્રકાશમય કરેલું છે. ધર્મ માનવીના વ્યક્તિગત જીવનને ઉન્નત, સંસ્કારી અને દિવ્યતાના પંથે પ્રયાણ કરાવનાર મંગળકારી જ બન્યો છે.
અર્વાચીન યુગમાં વિવિધ વૈજ્ઞાનિક શોધખોળોને કારણે વિશ્વ અતિ સાંકડું બનતું જાય છે. વાહનવ્યવહારની અને સંદેશાવ્યવહારની સગવડોને કારણે આજે દુનિયા વિભિન્ન ખંડોના વિવિધ દેશો એટલા બધા નજીક આવી ગયા છે કે એક દેશમાં બનતા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય બનાવોની તત્કાલીન અને દીર્ઘકાલીન અસરો બીજા દેશમાં તરત જ પડે છે અને છેલ્લા કેટલાંક વર્ષોથી વિદેશગમનની પ્રવૃત્તિ પણ ખૂબ વધી છે. તેથી એક દેશના ધર્મોના પ્રચલિત પૂજાવિધિઓ, સદાચાર અને સદ્વર્તનના સિદ્ધાંતો, ચારિત્રય ઘડતરના આદર્શો, “સત્ય”, “અહિંસા', “શાંતિ અને “તપ” માટેની વગેરેના ભાવનાઓ પરિચયમાં અન્ય દેશોમાં લોકો આવે છે. વળી, પ્રત્યેક ધર્મના ધાર્મિક, નૈતિક અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ ખૂબ પ્રચાર થયો છે. આ સર્વેનું સીધું પરિણામ એ આવ્યું છે કે વિવિધ ધર્મો પ્રત્યેની માન, આદર તથા સહિષ્ણુતાની ભાવના વધી છે. આના કારણે ધર્મ એકલો ન રહેતા આજે એ “વિશ્વધર્મ બની ગયેલ છે.
શ્રી કિશોરલાલ મશરૂવાળા લખે છે કે, કોઈ ધર્મ એવો નથી કે જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય (સંયમ), તપ ઇત્યાદિનો સ્વીકારનું હોય. આમ બધા જ ધર્મો માનવીના સદાચાર અને સદ્વર્તનના સિદ્ધાંત ઉપર જ ભાર મૂકે છે. બાહ્ય શુદ્ધિ કરતાં આંતરિક શુદ્ધિ પર વધુ ભાર મૂકે છે. આમ બધા ધર્મોનું દિશા સૂચન એક જ ધ્યેય તરફી છે અને તે છે માનવતાનો વિકાસ. ટૂંકમાં સત્યમ, શિવમ અને સુંદરમ્ ની પ્રાપ્તિ અને તેનું અનુશીલન આ આપણે વિશ્વધર્મને “માનવધર્મ” રૂપે પણ ઓળખી શકીએ.
મહાન ધર્માત્માઓ અને ધર્મસ્થાપકોની ઉદાત્ત જીવનઝરમરમાંથી પણ કેટલાક પ્રાણવાન મૂલ્યો વિશ્વધર્મની સ્થાપના માટે પ્રેરક અને સહાયક જરૂર બનશે. દા.ત. શ્રી રામકૃષ્ણની ભક્તવત્સલતા, પ્રભુ મહાવીરનો સંયમ અને તપ, ગૌતમબુદ્ધનો સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ, ગુરુનાનકની સમન્વય સૂચક ઉદાર દષ્ટિ, મહાત્મા કોન્ફયૂશ્યસની સમાજસેવા તથા કુટુંબસેવા, શિન્તો ધર્મનો રાષ્ટ્રપ્રેમ, મહાત્મા લાઓત્રનો શાંતિ સંદેશ, ઇસુ ખ્રિસ્તની માનવતા, અષો જરથુષ્ટ્રની પવિત્રતા, મોઝીઝની નીતિમયતા, હજરત મહંમદ પયગંબરની એકેશ્વર માન્યતા વગેરે તત્ત્વોની અંદર “એકતા”, “સમાનતા, અને બંધુત્વની ભાવના ઉમેરાય એટલે વિશ્વધર્મ કે માનવધર્મનું સ્વરૂપ આપોઆપ તૈયાર થઈ જાય છે.