________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
“ધર્મ એટલે ઈશ્વર વિશેની જીવંત અને ઉજ્જવળ શ્રધ્ધા અને ઈશ્વર એટલે સનાતન સત્ય આ વ્યાખ્યા પ્રત્યેક ધર્મને લાગુ પડે છે, કેમ કે આખરે તો પ્રત્યેક વ્યક્તિનું ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય
સત્યની શોધ' જ હોય છે.” (૬) પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જણાવે છે કે, “ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ
તેમજ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર.”
કેટલાક વિદેશી વિદ્વાનોએ ધર્મની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : (૭) ટેઈલર : આ વિદ્વાનના મતે “ધર્મ એટલે દૈવી શક્તિઓમાં માન્યતા” તેઓ માને છે કે, સામાન્ય
રીતે આ માન્યતાઓના આધારે જ માનવીનો ધાર્મિક જીવન વ્યવહાર ઘડાતો હોય છે. (૮) સર્વિસઃ આ વિદ્વાનના મતે “ધર્મ એટલે માનવીનું માનવીથી પર (Super human element) - એવા ઉચ્ચોગ્ય કુદરતી તત્ત્વ સાથેનું તાદાભ્ય.” le) જેમ્સ ફ્રેઝર નામના વિદ્વાન જણાવે છે કે, “મારી સમજ પ્રમાણે ધર્મ એટલે પ્રકૃતિના ક્રમનું છે અને મનુષ્યના જીવનનું સંચાલન અને નિયમન કરી શકે તેવી મનુષ્યથી વધુ શક્તિશાળી અલૌકિક આ શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે, એવી માન્યતાઓને આધારે થતી શક્તિઓની પૂજા કે આરાધના.” (૧૦) જેમ્સ માર્ટિન નામના વિદ્વાન તેમના “એ સ્ટડી ઓફ રિલિજિયન” નામના ગ્રંથમાં જણાવે
છે કે ધર્મ એ સદાકાળ અસ્તિત્વ ધરાવતા ઈશ્વરમાં માન્યતા એટલે કે જે સફળ વિશ્વનું શાસન કરે છે અને સમગ્ર માનવજાત સાથે નૈતિક સંબંધો જાળવે છે, તેવા દૈવી મન તથા દૈવી ઇચ્છાશક્તિમાં માન્યતા.” આમ, ધર્મ એ વિશાળ, વ્યાપક અને ગૂઢાર્થ ધરાવતો શબ્દ છે. ઉપરોક્ત વ્યાખ્યાઓમાં વિભિન્ન વિદ્વાનોએ જે જુદા જુદા વિચારો રજૂ કર્યા છે, તેમાં ધર્મ એટલે (૧) નીતિ-સદાચાર (૨) માનવીની શ્રેષ્ઠ એવી કોઈ અલૌકિક શક્તિમાં માન્યતા કે શ્રધ્ધા (૩) માનવીથી વધુ શક્તિશાળી અને દેવીશક્તિ કે જે વિશ્વનું, કુદરતનું અને માનવજીવનનું સંચાલન કરે છે. તેની પૂજા, પ્રાર્થના કે આરાધના. ધર્મ એ આપણી ચોક્કસ પ્રકારની માનસિક વિચારસરણીઓનો આપણા (માનવના) આંતરિક તથા બાહ્ય જીવનમાં આવિષ્કાર છે અને તેથી જ કદાચ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એમ સર્વ બાબતોમાં માનવી પશુ સમાન હોવા છતાં કેવળ તે ધર્મના પાલન અને આચરણથી ભિન તરી આવે છે. છે ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે માનવી જયારે પ્રાગૈતિહાસિક યુગમાં જંગલી અવસ્થામાં હતો અને પરિભ્રમણ જીવન ગાળતો ત્યારે પણ તે ઉષા, સંધ્યા, અરુણ, વરુણ, સાપ, વૃક્ષ, વેલ જેવા અનેકાનેક પ્રાકૃતિક તત્ત્વોના ભયથી કે આદરથી પૂજા-આરાધના. તપ કરી ધર્મ પાળતો હતો. અર્વાચીન યુગમાં પણ એ માનવીએ ધર્મનું અવલંબન ત્યજી દીધું નથી. પોતપોતાના ધાર્મિક પંથો કે સંપ્રદાયોની ધાર્મિક માન્યતાઓને સ્વીકારે છે. ધર્મે માનવીના કલુષિત બની ગયેલા જીવનને પુનઃ