________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૧
૧.૨ તપની વ્યાખ્યા લાક્ષણિકતાઓ અને તેનાથી નિષ્પન્ન થતી તપની વિભાવના છગન પોલિસ પાસે ફરીયાદ કરવા ગયો, મારા ઘરેથી ટી.વી. સિવાય ફ્રીજ, સાયકલ, ખુરશી વિગેરે ચોરાઇ ગયુ.
પોલિસે પુછ્યુ - ટી.વી. કેમ ન ચોરાયુ ?
છગન : એ કેવી રીતે ચોરાય ? એ તો હું જોતો હતો.
છગનની વાત એ છે કે હું ટી.વી. જોવામાં એવો તલ્લીન હતો કે મારા ઘરનું બધુ ચોરાઇ ગયું છતા અને ખબર પણ ન પડી.
બસ આજ વાત આપણને પણ લાગુ પડે છે કે આપણે સામાયિક પ્રતિક્રમણ, જપ સાધના, તપ આરાધના વિગેરે ચોરાઇ ગઇ શેના કારણે શરીર તથા આહારના રાગના કારણે, એને સારી રીતે સાચવવાના કારણે, એનું મહત્ત્વ ન સમજવાના કારણે. બસ, તપનું મહત્ત્વ સમજાઇ જાય તો આજે જ શરીર તથા આહારના રાગમાં ઘટાડો થઇ જાય.
તપસ્યામય જીવન તથા નૈતિક જીવન પરસ્પર સાપેક્ષ છે. ત્યાગ અથવા તપસ્યા વગર નૈતિક જીવનની કલ્પના અપૂર્ણ છે. તપ નૈતિક જીવનનું તેજ છે, શક્તિ છે. તપ વગરની નૈતિકતા ખોખલી છે. તપ નૈતિકતાનો આત્મા છે. નૈતિકતાનો વિશાળ મહેલ તપસ્યાની નક્કરતા પર ટકી રહેલ છે. તપ નૈતિકતાની ભૂમિ છે, આધાર છે.
નૈતિક જીવનની સાધના કદાચ પૂર્વમાં વિકસિત થઈ હોય, પરંતુ પશ્ચિમમાં તો આ સાધના હંમેશા તપથી જ ઓતપ્રોત રહી છે. નૈતિકતાની સૈધાન્તિક વ્યાખ્યા ભલે તપના અભાવમાં સંભવ હોય, પરંતુ નૈતિક જીવન તપના અભાવમાં સંભવ નથી.
૨૪
ભારતીય નૈતિકતાની વિચારણાઓનો આચાર દર્શનનો પ્રશ્ન છે. એમાંથી લગભગ બધાનો જન્મ તપશ્ચર્યામાંથી જ થયો છે. બધા એમાંથી જ મોટા થયા છે અને વિકસિત બન્યા છે.
તપ સાધના ભારતીય નૈતિક જીવન તથા સંસ્કૃતિનો પ્રાણ છે. વિર્ય શ્રી ભરતસિંહ ઉપાધ્યાયના શબ્દોમાં ભારતીય સંસ્કૃતિમાં જે કાંઈ પણ શાશ્વત છે. જે કાંઈ પણ સુંદર તથા મહત્વપૂર્ણ તત્ત્વ છે, તે બધા જ તપસ્યાના કારણે છે. તપસ્યાથી જ આ રાષ્ટ્રનું બળ અને તેજ ઉત્પન્ન થયું છે. તપસ્યા માત્ર ભારતીય દર્શનશાસ્ત્રની જ નહિ પરંતુ સમસ્ત ઇતિહાસની પ્રસ્તાવના છે. પ્રત્યેક ચિંતનશીલ પ્રણાલીકાઓ ભલેને આધ્યાત્મિક હોય કે આધિભૌતિક હોય બધી તપશ્ચર્યાની ભાવનાથી યુક્ત છે. તેના વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિ બધી વિદ્યાના ક્ષેત્રજીવનની સાધનારૂપ તપસ્યાના એકનિષ્ઠ ઉપાસક છે.” || 1 || 1. બૌદ્ધદર્શન અને અન્ય ભારતીય દર્શન પૃ.૭૧-૭૨