________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
(મમત્વ) અહંકાર વગેરે જે અનેક પ્રકારના છે તામસ ભાવ તેનાથી કલુષિત હૃદયથી થતી જે કુપ્રવૃત્તિઓ (હિંસાદિ પાંચ પાપો) આરંભ, સંકલ્પ, વિકલ્પ વગેરેમાં અધ્યવસાયવાળા બન્યા વિના તપના અનુષ્ઠાનોમાં વારંવાર રમે, ઘોર, રૌદ્ર ધ્યાનથી થતા પાપના લેપથી અલિપ્ત રહી આત્માને ભાવિત ન કરે. આશ્રવના સ્થાનોને ખુલ્લા ન રાખે.
તપ દીનતાથી આચરવાનું નથી લીધું એટલે પાળવું પડે એ ભાવથી નહિ. તપ કષ્ટમય અને સૂક્ષ્મકોટિનું કે જેમાં વિશેષ યતના સાચવવાની હોય, જેમાં મન-વચન-કાયાના યોગોનું ઘર્ષણ થાય છે, પરંતુ તપ આરાધનામાં સતત રમણતા કરવી જોઈએ જેથી યોગો ઉપર વિજય મેળવી શકાય છે.
તપની વ્યાખ્યામાં જેમ બતાવ્યું છે કે જેવી રીતે અગ્નિ સુવર્ણને શુદ્ધ કરે છે. ફટકડી ડહોળા પાણીને નિર્મળ બનાવે છે. સોડા અથવા સાબુ ગંદા કપડાંને ઉજ્જવળ બનાવે છે. તેવી જ રીતે તપ આત્માને શુદ્ધ નિર્મળ અને ઉજ્વળ બનાવે છે. આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે –
जह खलु महलं वत्थं सुज्सए गाहिएहिं पव्वेहिं ।
પર્વ માવવિહાગ, સુણ મતવિહં III ર ! (આચારાંગ નિર્યક્ત ૨૮૨) જેવી રીતે ગંદુ કપડું સાબુ-પાણી વગેરેથી ચોખ્ખું થઈ જાય છે તેવી જ રીતે ભાવ તપ દ્વારા કર્મરૂપી મેલથી મુક્ત થઈ આત્મા શુદ્ધ અને પવિત્ર બની જાય છે.
અનંત અનંત કાળનાં કર્મ આત્મપ્રદેશ પર ચિટકીને તેને મલિન બનાવી રહ્યાં છે. આત્માના શુદ્ધ જ્યોતિર્મય સ્વરૂપને ઢાંકી રહ્યા છે. તારૂપી જોરદાર પવન તે કર્મ દળીયાને અહીં તહીં કરી આત્મારૂપી સૂર્યની નિર્મળ જ્યોતિ ને પ્રગટ કરી દે છે. બસ તપનો આજ ઉદેશ છે. આજ તેનું ફળ છે.
માણસ કોઈ કામ કરે છે તો તેની સામે તેના ફળની કલ્પના પણ રહે છે. ઉદેશ અને લક્ષ્ય પણ રહે છે.
लक्ष्यहीन फलहीन कार्य को मूरख जन आचरते है।
सुज्ञ सुधीजन प्रथम कार्य का लक्ष्य सुनिश्चित करते है । તપનું ફળ શું છે? તપ નો ઉદેશ કયો છે? તપ શા માટે કરવામાં આવે છે?