________________
તપશ્ચર્યા
આ પ્રશ્નના જવાબ ભગવાન મહાવીરની વાણીમાં આપણે જોઈશું.
ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન તપ કરવાથી જીવને કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.
ભગવંતે કહ્યું કે ગૌતમ..
તવેન વોવાળ નળયર્ । o । (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૨૭)
પ્રકરણ ૧
તપથી વ્યવદાન થાય છે. વ્યવદાનનો અર્થ છે દૂર હટવું. આદાનનો અર્થ છે ગ્રહણ કરવું અને વ્યવદાનનો અર્થ છે છોડવું દૂર કરવું, તપસ્યા દ્વારા આત્મા કર્મને દૂર હટાવી દે છે. કર્મોનો ક્ષય કરે છે, કર્મોની નિર્જરા કરે છે. બસ આ જ તપનો ઉદેશ છે. અને આજ તપનું ફળ છે. તપથી જે ફળ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે આજ ફળ છે નિર્જરા ! વ્યવદાન !
પરંતુ લોકો ભૌતિક સિદ્ધિઓ માટે કઠોર દેહદમન તથા અજ્ઞાન તપ કરે છે. સાધકો પંચાગ્નિતપ - ઝાડ પર ઉંધા મસ્તકે લટકવું, ઠંડી ઋતુમાં હાડકંપાવી દે એવી ઠંડી હવામાં કે પાણીમાં ઉભા રહીને તપ કરતા હતા, એવી જ રીતે ઉનાળામાં કે વર્ષાઋતુમાં પણ કઠોર તપ કરતા હતા. પરંતુ કોઈ એમને પૂછે કે તમે આ તપ, જપ, યજ્ઞ આદિ શા માટે કરો છો ? તો એમનો એક જ જવાબ રહેતો સ્વર્ગામો નયતે । સ્વર્ગ માટે યજ્ઞ તપ, અમુક સિદ્ધિ માટે, અમુક શક્તિ માટે, રિદ્ધિ-સમૃદ્ધિ માટે, બસ આનાથી આગળ એમની સમક્ષ કોઈ ઉદ્દેશ ન હતો. જ્યારે આ તીર્થંકર પરમાત્માએ આપણને તપનો ઉદ્દેશ બતાવ્યો છે. નિર્જરાનો તપ માત્ર કર્મનિર્જરા માટે જ કરવાનો છે. સંપૂર્ણ જૈન સંસ્કૃતિનો એક જ સ્વર છે.
नो इहलोगठ्ठयाए तवमहिठ्ठिज्जा ।
नो पर लोगट्टयाए तवमहिठ्ठिजा
नो कितिवन्नसदसिलोगट्टयाए तपमहिठ्ठिज्जा
નનત્ય નિષ્નરણ્યા. તવહિફ઼િા (દશવૈકાલિક સૂત્ર - ૯ / ૪)
આ લોકની કામના અને અભિલાષાથી તપ ન કરો. પરલોકની કામના અને લાલસાથી તપ ન કરો, યશકીર્તિ અને પ્રતિષ્ઠા આદિ માટે પણ તપ ન કરો. તપ કરો તો માત્ર કર્મ નિર્જરા માટે જ કરો.
કામનાયુક્ત તપ શા માટે નહીં ? :
જૈનધર્મ સુખવાદી નહિ, મુક્તિવાદી ધર્મ છે. જે સુખવાદી ધર્મ છે તે ફક્ત સંસારનાં સુખોમાં જ ફસાયેલા રહે છે. આ લોકમાં ધન મળે. સારો પરિવાર મળે. યશકીર્તિ મળે, અને પરલોકમાં સ્વર્ગ મળે બસ આ જ એનો દ્રષ્ટિકોણ રહેલો છે અને એટલા માટે જ એ કાંઈ પણ કરવા તત્પર હોય છે. પરંતુ
૧૯