________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪). કે જેથી ધર્મવ્યવહારમાં પણ મારા ગુરૂ, મારા શિષ્ય, મારા દેવ, એમ વ્યવહાર કરતાં દોષ સમજાય નહીં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકા, દેવ, ગુરૂ, ધર્મમાં પણ મારા સાધુ, મારા દેવ, વિગેરે શબ્દ બોલતાં કોઈ જાતને દોષ નથી, વા તે શબ્દો દેત્પાદક નથી. પરંતુ ઉલટા ગુણોત્પાદક છે. જ્ઞાની પુરૂષ આવી રીતે ધર્મમાર્ગમાં શબ્દવ્યવહાર કરે છે, પણ બંધાતા નથી. કારણ કે તે રવ અને પરવસ્તુના ભેદને જાણનાર હોય છે. અધર્મવસ્તુ કરતાં ધર્મોત્પાદકનિમિત્તકારણભૂત દેવગુરૂ ઉપર પ્રશસ્ય રાગ થાય, તો તે વ્યવહારમાં પ્રશસ્ય છે. કારણ કે તેથી ઉપાદાન કારણરૂપ જ્ઞાનદર્શનચારિત્રને લાભ મળે છે. સાધુ માર્ગમાં તે પ્રમાણે વ્યવહારધર્મ પ્રવર્તન અર્થે અમુકના શિષ્ય અમુક વિગેરે નામ પાડવામાં આવે છે, તેથી કંઈ દેષ નથી. શવ્યવહાર વિના વ્યવહારધર્મમાં પ્રવેશ થતો નથી. અને વ્યવહારધર્મ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે આવા પ્રકારના શબ્દવ્યવહાર કરતાં, જ્ઞાની ધર્મવૃદ્ધિ સાપેક્ષપણે કરે છે એમ જે ન માને, તે નામ નિક્ષેપાનું ઉત્થાપન કરે છે. અત્રે પ્રસંગનુસાર લખવાનું થયું છે તે અહંવૃત્તિરૂપ પરિણામ કરવાથી કર્મબંધ છે, તેને ઉદ્દેશી છે, પણ તેથી શબ્દ માટે કોઈએ વિપરીત અર્થ ગ્રહણ કરશે નહીં. અહંવૃત્તિરૂપ અશુદ્ધપરિણતિની વ્યાખ્યાને જ અત્ર ઉદ્દેશ છે.
For Private And Personal Use Only