________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૪ ) જીવાદિક નવ પદાર્થને જે રૂડી રીતે જાણે છે. તેને સમ્યકત્વ પ્રગટે છે. અજાણતાં પણ કેવલી ભગવાને કહ્યું છે, તે સત્ય છે. એમ ભાવવડે પણ સમક્તિ પ્રગટે છે. સાતનથી નવ તત્વનું સ્વરૂપ જાણતાં શ્રદ્ધા કરતાં સમક્તિની નિશ્ચયથી પ્રાપ્તિ થાય છે. ભવ્યજીએ નિરપેક્ષપણે તે વાદવિવાદ આગ્રહ છોડીને સાપેક્ષપણે વરતુનું સ્વરૂપ સમજવું, સાતનની સાપેક્ષતા સમજ્યા વિના હઠ, કદાગ્રહ, વિવાદની હયાતી છે, જેમ કોઇ નગરની બહાર એક જ્ઞાની ઉદ્યાનમાં રહેતા હતા. ત્યાં કેટલાક મૂર્ખ આવ્યા. તે મૂર્ખએ ઘીની વાત જ્ઞાનીને પુછવાના હતા. તેમાંથી એક મૂર્ખ ખાનગીમાં પૂછ્યું. વૃતનું કારણ શું છે? જ્ઞાનીએ કહ્યું ઘાસ છે. બીજા મૂર્ખાએ ખાનગીમાં વૃતનું કારણ પુછયું. જ્ઞાનીએ કહ્યું, ગાય છે, ત્રીજાને ખાનગીમાં આંચળ બતાવ્યા. ચોથાને દેહન બતાવ્યું. પાંચમાને દુધ બતાવ્યું. છઠ્ઠાને દહિં બતાવ્યું, સાતમને માખણ બતાવ્યું. તે મૂખાઓ આ પ્રમાણે ખાનગીમાં પુછીને ગુપચુપ ત્યાંથી નીકળી ગયા, પશ્ચાત્ એક સરેવરની તીરે બેઠા પછી તેમાંથી એકે કહ્યું ભાઈઓ જુઓ, ઘીનું કારણ ઘાસ છે. બીજાએ કહ્યું તમારું કહેવું ખોટું છે, ઘીનું કારણ ગાય છે ત્યારે ત્રીજાએ કહ્યું ઘીનું કારણ આંચળ છે, બીજી બધી વાત બેટી છે, ચોથાએ વ્રતનું કારણ દૂધ કહી બીજી
For Private And Personal Use Only