________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પરર) નમાં પ્રાચીન અને સર્વપ્રભુએ કહેલો જૈન ધર્મ પાળવાથી સર્વ મનુષ્યનું કલ્યાણ થાય છે. જેનધર્મ પાળવાથી, સર્વ કર્મને નાશ થાય છે. કર્મને વેદાનતીઓ અવિદ્યા કહે છે. સાંખે કર્મને કલેશ વા પ્રકૃતિ કહે છે. બદ્ધ કર્મને વાસના કહે છે. અને એ કર્મને પાશ કહે છે કર્મભવનું કારણ છે, તેને નાશ થતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, માટે જેનદર્શનની આરાધના કરવામાં પ્રમાદ કરવો નહીં. આ માને ધર્મ જૈન છે. અને રાગદ્વેષ જીતવાથી, આત્મા જિન કહેવાય છે. જેનધર્મ ચાર સંજીવિની સમાન છે, તે આ પ્રમાણે. એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી. તે પરણવાથી જુદી પડી. અને બ્રાહ્મણીને પતિ તેને તેની બહેનપણી પાસે જવા દેતા નહતો તેથી તે ઉદાસ થઈ ગઈ. એવામાં બ્રાહ્મણને ઘેર પોણા ચાવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછતાં એક ઔષધિ આપીને કહ્યું કે,–-આ આષધિથી તારે પતિ બળદ થઈ જશે. બ્રાહ્મણએ પતિને - વધી ખવરાવવાથી તે બળદ બની ગયો. પછી તે ઘણે પશ્ચાતાપ કરવા લાગી. બળદને ચારે અને ફરે, પણ તેના હાથમાં કોઈ ઉપાય આવ્યે નહીં. તે વડવૃક્ષ નીચે બેઠી હતી. એવામાં ત્યાં દિવ્યપક્ષીનું જેડું આવ્યું. તેણે સ્ત્રીને રૂદન કરતી દેખીને જ્ઞાનથી પરસ્પર વાત કરી કે, આ વ
For Private And Personal Use Only