________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮) નેજ એક લક્ષ્ય લક્ષી ચિત્ત અત્યંત સ્થિર થઈ જાય છે. ત્યારે જ્ઞાનદર્શન ચારિત્રગુણકારક આત્માભિમુખતા આત્મા વીર્યશકિતથી સાધી શકે છે. એમ પ્રતિદિન મનની લીનતા આત્મસ્વરૂપમાં થવાથી, આત્મા કર્મરૂપ પડદે ચીરીને સૂર્યની પેઠે લોકાલોકને પ્રકાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિથી આત્મા પરમાત્મતત્વની સિદ્ધિ કરે છે. અષ્ટાંગયોગમાં પણ ચિત્તશુદ્ધિની આવશ્યક્તા છે. મલીનજળ કતકનું ચૂર્ણ નાખ્યા વિના તથા ગન્યાવિના સ્વચ્છ થતું નથી. તેમ મન પણ જ્ઞાનવિરાગ્યરૂપ કતકચૂર્ણ તથા આત્મપ્રેમ વિવેકરૂપ ગરણીથી ગળ્યા વિના શુદ્ધ થતું નથી માટે ચિત્ત લક્ષ્યમાં લાગે તેવા ઉપાયેનું સેવન કરવું તે વિના ધર્મા પણું શોભતું નથી. મનઃ સંયમકરીને, આત્મામાં રમણ કરવું તેથી અનુભવ થાય છે, અને સમગઅનુભવ જ્ઞાનની જાગ્રતિ થાય, તે અહંવૃત્તિને નાશ થાય છે. અને સમ્યગજ્ઞાની વિના અનુભવજ્ઞાન થતું નથી, તે દર્શાવે છે.
દુદા ! सम्यग् अनुभव प्राप्तिथी अहंवृत्तिनो नाश; सम्यग्ज्ञानी जो मळे तो तत्वे विश्वास. १०? दीर्घ विकट शिवपन्थमां स्थिर लक्ष्यो जो वृत्ति; शक्तिभक्ति संयोगथी अल्पकालमा मुक्ति. १०२
For Private And Personal Use Only