________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૭) આત્માની ઉન્નતિ થાય છે. તે બતાવે છે. માયા સમુદ્રને ધારણવંત પુરૂષ એલંઘે છે, ધારણા ધારી ભવ્ય અવિઘાના પ્રપંચથી અન્તરમાં જ્યારે વર્તે છે. ધારણા સાધક ઈન્દ્રિયનાં સુખને દુઃખ કરી જાણે છે. હવે ધ્યાનનું સ્વરૂપ કહે છે. સાલંબન અને નિરાલંબન એમ બે ભેદે ધ્યાન છે. નાભિ, હદય, કંડ, નાસીકાગ્રભાગ, ભ્રકુટી, બ્રહ્મદ્વાર વિગેરેમાં ચિત્તવૃતિ ઠરાવી, આમવરૂપનું જે ધ્યાન કરવું તેને સાલંબન દયાન કહે છે. તથા રોડÉ, દૃ, ઈ, તઅમર આદિ પદથી તસ્વરૂપ વિચારવું, તેને પણ સાલંબન યાન કહે છે. તથા ભગવાનની પ્રતિમા આગળ બેસી, જીનેના ગુણોનું એક સ્થિરચિત્તથી મરણ કરવું, તેને પણ આલંબનધ્યાન કહે છે. બાહા તથા અંતરનું અવલંબન કરી, આત્મગુણને આવિર્ભવ, તેવું જે ચિંતવવું તે સાલંબન ધ્યાન કહેવાય છે. નિરાલંબન યાનમાં ફક્ત આત્મદ્રવ્યનું જ ચિંતવન હોય છે. વળી, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર ભેદ
ધ્યાનના કહ્યા છે. તેનો વિસ્તાર અત્ર કર્યો નનથી. ધ્યાનથી અનંતસુખને અનુભવ થાય છે. ધ્યાનથી નિર્મળ બોધ પ્રગટે છે. પરવશતામાં દુઃખ, અને સ્વવશતામાં સુખને ધ્યાનથી પૂર્ણ વિશ્વાસ પગટે છે. જેમ નાગરનું સુખ પામર જાણી શકતો નથી તેમ અનુભવ
For Private And Personal Use Only