________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તની ગુફાઓ, જીણુઉદ્યાન, શૂન્ય ઘર વિગેરે જાણવાં. ત્યાં ધ્યાન કરવું તેમાં પણ મનુષ્યને જ્યાં બહુ સંચાર નહોય, તથા મનમાં વિક્ષેપ થવાનાં નિમિત્તે કારણથી શૂન્ય, અને જ્યાં વાઘસર્ષઆદિ પ્રાણીથી ઘાત ન થાય એવા સ્થાનમાં પેશ્ય એવી શિલા ઉપર જેવી રીતે ચિત્ત સમાધિ ભાવને પામે, તેમ પર્યકાસન વાળીને, વા ઊંચા આસન ઉપર બેસીને મન્દ મન્દ પ્રાણ પાનવાયુનો વેગ કરો તે, મુમુક્ષુ ધ્યાન કરે, પણ પ્રાણુને અતિનિરિધ કરે નહીં. કારણ કે અતિપ્રાણને નિષેધ કરે, તે ચિત્તની વ્યાકુલતા થાય, અને એકાગ્રતા થાય નહીં. આસનાદિકનું વિધાન કરીને લોચન વિગેરે ઇન્દ્રિયોને નિકરોધ કરે. હદયમાં, લલાટમાં, વા મસ્તકમાં વિગેરે સ્થાને,
જ્યાં ચિત્તવૃત્તિની સ્થિરતા વિશેષ રહેતી હોય, ત્યાં મને નિવૃત્તિ ધારણ કરીને, મુનિરાજ પ્રશસ્ત ધ્યાન કરે. ત્યાં બાહ્ય અને આધ્યાત્મિક ભાવોના યથાતથ્ય ધર્માનુકુળ ધ્યાન કરવું. બાહ્ય અને આધ્યાત્મિક એમ બે પ્રકારે ધ્યાન છે. - ત્રાર્થનું વિચારવું. વતનું દઢપણું શીલગુણાનુરાગ, તથા કાયા, વાણીના વ્યાપારને રોકવા તેને બાહ્ય ધ્યાન કહે છેઃ આત્માને સ્વસંવેદનથી ગ્રહણ કરે, અને અન્ય પદાર્થોને અનુમાનથી જાણવા, તેને આધ્યાત્મિક ધ્યાન કહે છે. તત્ત્વશું સંગ્રહાદિમાં ચાર પ્રકારે ધ્યાન બતાવ્યું છે. ધ્યાનાભ્યાસ
For Private And Personal Use Only