Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 518
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ દેખાતે નથી? તમે કહેશે કે ભૂતવ્યંતરની પેઠે અદ્રશ્ય રહે છે, તે કહો કે તેને પ્રત્યક્ષ થવામાં કંઈ શરમ આવે છે ? તમે કહેશો કે શરમ તે આવતી નથી, પણ જીવના શુભ કર્મ હોય તેને દેખાય છે ત્યારે પુછવાનું કે શુભકર્મ છે, તે સ્વતંત્ર છે કે તે ઇશ્વરના તાબામાં છે જે કહેશો કે, કર્મ સ્વતંત્ર છે, તે બસ સિદ્ધ ઠર્યું કે શુભકર્મની પ્રેરણાથી ઈશ્વર દર્શન દે છે, ત્યારે ઈશ્વર પણ કર્મની પ્રેરણાથી પરતંત્ર ઠર્યો. તમે કહેશો કે, કર્મ ઈશ્વરના તાબામાં છે, તે પુછવાનું કે શુભ વા અશુભ કર્મ જીવને ઈશ્વરની પ્રેરણાથી લાગે છે કે જીવના શુભાશુભ પ્રયત્નથી ? જે કહેશે કે ઇશ્વરની પ્રેરણાથી કર્મ જીવને લાગે છે, તે બસ સિદ્ધ કર્યું કે, કોઈને પુન્યકર્મ લગાડવાથી ઈશ્વર રાગી કર્યો, અને કોઈને અશુભકર્મ લગાડવાથી ઈશ્વર દ્વેષી ઠ. અને રાગદ્વેષી હોય તે કદાપિકાળે ઈશ્વર કહેવાય નહીં. તમે કહેશે કે પિતાના શુભાશુભ મને વાક્કાય પ્રયત્નથી જીવને કર્મ લાગે છે, તો સિદ્ધ કર્યું કે ઈશ્વરના તાબામાં કર્મ નથી તેમ જીવ પણ નથી. જીવ જેવાં કર્મ કરે છે, તેવાં કર્મ ભેગવે છે. તમે કહેશે કે કર્મને કર્તા તથા ભક્તા તો જીવ છે, પણકર્માનુસારે સુખદુઃખ આપવું તે ઈશ્વરનું કામ છે. આમ પણ તમારું કહેવું અસત્ય ઠરે છે કારણ કે પોતે કર્મજીવ કરે છે, ત્યારે સુખદુઃખ ઈશ્વર આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546